Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પાંચમી મેના રોજ વિંગ્સ ફોર લાઇફ વર્લ્ડ રન કાર્યક્રમ થશે

દર વર્ષે એક દિવસે દુનિયાભરમાં રન યોજાય છે : સાગમટે વૈશ્વિક દોડને વધુ રોમાંચક બનાવવા માટે કેચર કાર સ્પીડ વધારવામાં આવશે : સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, તા.૨ : ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ તમને તમારી શૂલેસીસ તંગ કરીને અમદાવાદના ટ્રેક્સ પર દોડવા માટે અનુરોધ કરે છે, જે વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રન એપ તા.૫મી મે, ૨૦૧૯ના રોજ યોજાશે. આ વૈશ્વિક દોડને લઇ સ્પર્ધકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. તેના છઠ્ઠા વર્ષમાં રનરોનું અમદાવાદ હીટના પડકારોને બીટ કરવા માટે સ્વાગત છે. તો ઈન્ડસ યુનિવર્સિટીમાં અને આસપાસ સ્ટ્રીટ્સ પર દોડો અને તમારા ફ્રેન્ડ્સ સાથે મીટ કરો, ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ જ્યાં સુધી કે વર્ચ્યુઅલ કેચર કાર તમારા સુધી નહીં પહોંચે. વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રનની ૨૦૧૯ની આવૃત્તિમાં ઈવેન્ટની વિખ્યાત મુવિંગ ફિનિશ લાઈન ધ કેચર કાર માટે ફ્રેશ સ્પીડ કોન્સેપ્ટ ફીચર છે. સાગમટે વૈશ્વિક દોડને વધુ રોમાંચક બનાવવા માટે કેચર કાર સ્પીડ વધારવામાં આવશે, ખાસ કરીને રેસના મહત્ત્વપૂર્ણ પાછલા તબક્કામાં તે વધારાશે. રેસનો વૈશ્વિક આરંભ સમય તા.૫ મેના રોજ સવારે ૧૧.૦૦ કલાક યુટીસી હશે અને કેચર કાર સવારે ૧૧.૩૦ કલાક યુટીસીએ ૩૦ મિનિટ પછીથી દોડશે, જે પછી વેલોસિટીમાં નોંધનીય જમ્પસ રહેશે. જેમાં વધુ રોમાંચક ફિનિશ પૂરી પાડતી ટૂંકી રેસ માટે છેલ્લો સહભાગી આશરે ૬૫થી ૭૦ કિલોમીટરે પકડાતો જોવા મળશે. તમારા સ્થળે દિવસ હોય કે રાત, કાળઝાળ ગરમી હોય કે વરસાદ પડતો હોય- તમે દુનિય સાથે દોડો છો અને અદભુત અનુભવનું આદાનપ્રદાન કરો છો. તમારું નામ વૈશ્વિક પરિણામોની યાદીમાં પણ જોવા મળશે. અમદાવાદ ખાતે તા.૫ મેના રોજ ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદમાં રોમાંચક દોડનો અનુભવાશે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો વિંગ્સફોરલાઇફવર્લ્ડરન.કોમ પર સર્ચ કરી નોંધણી કરાવી શકે છે. વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રન પહેલ પર ભારતનો ઉત્કૃષ્ટ ઓફ રોડ રેસર સીએસ સંતોષે જણાવ્યું હતું કે, મારા ફ્રેન્ડ ડેનિયલ મેકોયને મણકાની ઈજા થઈ છે. તેને હવે સારું છે અને સતત સારો થવા કામ કરી રહ્યો છે અને તે હજુ પણ બહાર જાય છે અને તેને ગમે તે બધું જ કરે છે, જે તેના માનસિક પરિપ્રેક્ષ્યથી બહુ જ હકારાત્મક છે અને તેની હિંમત વિશે એ ઘણું બધું કહી જાય છે. મને લાગે છે કે વિંગ ફોર લાઈફ ફાઉન્ડેશન બહુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેને જે થયું તે આપણા કોઈને પણ થઈ શકે અને મણકાની વિકલાંગતાનું રોગહર શોધવું કે તે સાજું કરવાની પદ્ધતિ શોધવી તે તબીબ વિજ્ઞાનમાં મોટી છલાંગ બની રહેશે. આપણે બધાએ જે માટે એકત્ર આવવું જોઈએ તે કાજ માટે મેઈન સ્ટ્રીટ્સ પર હજારો લોકોને દોડતા જોવાનું બહુ સારું લાગે છે. હું જીવવા માટે મોટરસાઈકલની રેસ કરું છું અને અજુગતા સંજોગોને લીધે દરેક ક્ષેત્રના ઘણા બધા લોકોને આ વિકલાંગતા છે તે હું જાણું છું અને હું આ ફાઉન્ડેશનની મદદથી એક દિવસ મારા ફ્રેન્ડ્સએ જે ગુમાવ્યું હતું તે પાછું મેળવ્યું તે જોઈ રહયો છું. વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રનમાં ભાગ લેવા વિશે ભારતના બોલ્ડરિંગ સેન્સેશન તુહિન સાતરકરે જણાવ્યું હતું કે, ધ વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રન ઈવેન્ટમાં હું દર વર્ષે ભાગ લેવાનો પ્રયાસ કરું છું ત્યારે વાસ્તવિકતા એ છે કે તમે ગમે ત્યાંથી દોડી શકતા હોવાથી તે વધુ આસાન બને છે. ગયા વર્ષે મેં મુંબઈમાં એપ રન કરી હતી, જે મારે માટે મનોરંજક અનુભવ હતો. ક્લાઈમ્બિંગ જેવી રમતોમાં અજુગતી દુર્ઘટના પછી બહુ ઓછા લોકોને મણકાની ઈજા થઈ છે. અમારા ક્લાઈમ્બિંગ સાથીઓ થોડાં વર્ષ પૂર્વે ભયાનક રીતે પડી ગયા હતા, જેને લીધે તેના મણકામાં ઈજા થઈ હતી અને મોટી ગૂંચનો સામનો કરવો પડ્યો હતો. તેના જેવા ઘણા બધા લોકો માટે મને લાગે છે કે આ પહેલ તેમના જીવનમાં વિંગ્સ ફોર લાઈફના ભંડોળથી મૂલ્યવાન સંશોધન સાથે તેમના જીવનમાં ઉમેરો થાય છે. આ વર્ષે હું ફરી મુંબઈમાં દોડવાનો છું અને મારા અમુક મિત્રોને પણ લઈ જવાનો છે, જેથી તેઓ યોગદાન આપી શકે.

(9:13 pm IST)