Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નશામાં પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર માવસરીના હેડ કોસ્ટબલને બે વર્ષની સખત કેદ ફટકારતી વાવ કોર્ટ

હેડ કોસ્ટબલ ભુપતભાઇ નાગજીભાઈ ડાભી મૂળ રાજકોટનો વતની છે

 

વાવ કોર્ટે દારૂ પીને નશાની હાલતમાં અન્ય પોલીસ કર્મીઓને માર મારી હુમલો કરવાના કેસમાં માવસરી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટબલને બે વર્ષની સખત કેદની સજા તથા જાહેરનામા ભંગ મામલે માસની સજા ફટકારતા પોલીસ આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

કેસની વિગત મુજબ માવસરી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટબલ ભુપતભાઇ નાગજીભાઈ ડાભી મૂળ રાજકોટનો વતની છે અને જસદણ પોલીસ સ્ટેશનમાં હે.કો તરીકે ફરજો બજાવતા હતા. દરમીયાન ત્યાં કેટલાક ગુના કરેલ કરેલ હોઈ તેમને જિલ્લા ફેર બદલી કરી રાજકોટથી બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ સ્ટેશનમાં શિક્ષાના ભાગ રૂપે પોસ્ટીગ અપવામાં આવ્યું હતું.

   દરમિયાન તા.૨૮..૨૦૦૪ના રોજ પી.એસ..દ્વારા રાત્રે ડ્યૂટીની ફાળવણી કરવામાં આવતી હતી. ત્યારે આરોપી હે.કો. ભુપત નાગજી દારૂ પીને પાઇપ લઈને પોલીસ સ્ટેશનમાં આવેલ અને .પો.કો.મદનદાન લુગીદાન ગઢવીને ગળેથી કોઠલો પકડી પાઇપ વડે ગળું દબાવેલ અને અન્ય હાજર પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો કરી અપશબ્દો બોલી ઇજાઓ પહોંચાડી હતી. તે અંગેની વાવ પોસ્ટ ફસ્ટ. ગુ.. /૨૦૦૪ થી ફરિયાદી હે.કો.પનાભાઈ ભીખાભાઇએ માવસરી પોલીસ સ્ટેશન આઇ.પી.સી ૩૩૨ બીપી એકટ ૧૩૫ મુજબની ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ કરી વાવ કોર્ટમાં તા ..૨૦૦૪ ના રોજ કેશની ચાર્જશીટ દાખલ કરેલ હતી.જે કેસ વાવ કોર્ટમાં ચાલી ગયેલ. કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મનુભાઈ સોલકીએ ૧૦ જેટલા પુરાવા રજૂ કરી ધારદાર રજુઆત કરેલ કે પોલિસ અમલદાર અગાઉ પણ જસદણ જી.રાજકોટ પોલીસ સ્ટેશનમાં માનવ શરીર વિરુદ્ધના ગુના કરવાની ટેવવાળા હતા.જેથી તેને શિક્ષાના ભાગ રૂપે જિલ્લા ફેર બનાસકાંઠા માં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી.

છતાં પણ તેની વર્તણૂકમાં કોઈ ફેરફાર થયેલ નથી.કે તેને કરેલ ગુના અંગે તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો પણ નથી.જેથી ગુનો સાથી પોલીસ કર્મચારીઓ ઉપર પાઇપ જેવા હથિયારથી હુમલો કરેલ છે. અને પોલીસ કર્મીનો ગળો દબાવેલ છે.જેથી આવી દબગગીરી કરતા પોલીસ અધિકારીને બક્ષી શકાય નહિ અને સમાજમાં ખોટો સંદેશ જાય જેથી દાખલા રૂપ પીલીસ કર્મીને સજા કરવી જોઈએ.તે દલીલો ધ્યાને લઇ વાવ ના. મેં. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કલ્પેશભાઈ નાડીયાએ આરોપી પોલીસ કર્મીને તકસીરવાર ઠરાવી આઈ.પી.સી.૩૩૨માં ૨બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી તેમજ બે હજારનો દંડ કરેલ અને દંડ ભરે તો વધુ બે માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત તે વખતે જિલ્લા કલેકટરનું જાહેરનામું અસ્તિત્વમાં હોઈ જાહેરનામાનો ભંગ કરી હથિયાર ધારણ કરવા અંગે બી.પી એકટ કલમ ૧૩૫માં તકસીરવાર ઠરાવી માસની સાદી કેદની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારેલ અને દંડ ના ભરે તો વધુ એક માસની સજા ફરમાવતો ચુકાદો આપતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે.

(11:02 pm IST)