Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

માઇલસ્‍ટોન ફર્નીચર ૩૨.૯૭ લાખ શેરની સાથે હવે માર્કેટમાં

માઈલસ્‍ટોન ફર્નીચર એકમ સ્‍થાપવાનો હેતુ : ૭મી મેના દિવસે આઇપીઓ ખુલશે : ૧૧મી મેના દિવસે બંધ થશે :આઈપીઓ મારફતે ૧૪.૮૪ કરોડ ઉભા કરશે

અમદાવાદ,તા. ૩ : ઈન્‍ટીરિયર અને મોડ્‍યુલર ફર્નીચરની ડિઝાઈન, ઉત્‍પાદન અને માર્કેટીંગ કરતી કંપની માઈલસ્‍ટોન ફર્નીચર લિમિટેડ (એમએફએલ) રૂ.૧૦ના ફેસ વેલ્‍યુનો શેર દીઠ રૂ.૪૫ના નિર્ધારીત ભાવ ધરાવતા ૩૨,૯૭,૦૦૦ ઈક્‍વિટી શેરના જાહેર ભરણા સાથે મૂડી બજારમાં આવી રહી છે. જેના માઇલસ્‍ટોન ફર્નીચર દ્વારા રૂ.૧૪.૮૪ કરોડ ઉભા કરશે. કંપનીનો ઉદ્દેશ કાર્યકારી મૂડી માટે ફાયનાન્‍સ મેળવવાનો તથા ઉત્‍પાદન એકમ સ્‍થાપવાનો તેમજ જનરલ કોર્પોરેટ ફંડની જરૂરિયાત પૂરી કરવાનો છે. આ ભરણું તા.૭ મે, ૨૦૧૮ના રોજ ખૂલશે અને તા.૧૧ મે, ૨૦૧૮ના રોજ બંધ થશે. ભરણાંનું બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર લીસ્‍ટીંગ કરાશે અને રિટેઈલ શેર માટે ૩૦૦૦ ની લોટ સાઈઝમાં અરજી કરવાની રહેશે. હાઈ નેટવર્થ ઈન્‍ડીવિડ્‍યુઅલ માટે બીડ લોટ ૬૦૦૦ શેરનો તથા તેના ૩૦૦૦ ના ગુણાંકમાં રહેશે. આ ભરણું કંપનીની પેઈડઅપ શેર કેપિટલનું ૩૫.૪૬ ટકા જેટલી રહેશે એમ અત્રે કંપનીના પ્રમોટર પી.એસ ગણેશકુમાર અને દિગંબર સુદામ સોનાગરે જણાવ્‍યું હતું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, એમએફએલ એમઆઈડીસી મુરબાદ, થાણા, મહારાષ્‍ટ્ર ખાતે વિવિધ પ્રકારના મોડ્‍યુલર ફર્નીચરના ઉત્‍પાદન માટે બહુ મહત્‍વનું એકમ સ્‍થાપવાનું આયોજન ધરાવે છે.  અમે નવી પ્રોડક્‍ટસ અને ડિઝાઈન રજૂ કરીને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષી શ્રેષ્ઠ મૂલ્‍ય વળધ્‍ધિ દ્વારા અમારી કંપનીને નોંખી તારવી છે. આ પ્રવળત્તિ આગળ ધપાવીને અમે વિવિધ રેન્‍જ ધરાવતા ફર્નીચરના ઉત્‍પાદન માટે એમઆઈડીસી, મુરબાદ, થાણા, મહારાષ્‍ટ્ર ખાતે ઉત્‍પાદન એકમ સ્‍થાપી રહ્યા છીએ. આ આઈપીઓથી નવતર પ્રકારની વપરાશલક્ષી સુંદર ફર્નીચર ડિઝાઈન ધરાવતા સોલ્‍યુશનની અમારા ગ્રાહકોની જરૂરિયાતો માટેની કટિબધ્‍ધતા પૂરી કરવામાં સહાય થશે. અમે પ્રારંભમાં અમારા થાણા ખાતેના પ્‍લાન્‍ટમાં રૂ.૯.૦૬ કરોડનું મૂડી રોકાણ કરી રહ્યા છીએ અને આઈપીઓ દ્વારા પ્રાપ્ત થયેલી બાકીની રકમ કાર્યકારી મૂડી અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે. કંપનીના પ્રમોટર પી.એસ ગણેશકુમાર અને દિગંબર સુદામ સોનાગરે વધુમાં ઉમેર્યું હતું કે, અમે શિક્ષણ, આરોગ્‍ય અને કોર્પોરેટ સંસ્‍થાઓના વિવિધ પ્રોજેક્‍ટસ માટે ઈન્‍ટિરિયર અને મોડ્‍યુલર ફર્નિચર પૂરૂ પાડવામાં ધણાં આગળ રહ્યા છીએ. અમારા આઈપીઓથી અમારી કોર્પોરેટ ફંડીંગની જરૂરિયાતો પૂરી થશે અને બાકીની રકમ અમારા ગ્રાહકોને સંતોષ થાય તે રીતે ડિઝાઈનીંગ સ્‍કીલમાં મોટા સુધારા અને માર્કેટીંગ માટે ઉપયોગમાં લેવાશે. નોંધપાત્ર બાબત એ છે કે કંપની મુંબઈમાં ૮,૦૦૦ ચો.ફૂટ વિસ્‍તારમાં પથરાયેલી સંપૂર્ણ સુસજ્જ ફેક્‍ટરી અને ગોડાઉન ધરાવે છે. કંપની ઓએનજીસી (બાંદ્રા) અને જેટ એરવેઝ (બાંદ્રા-કુર્લા કોમ્‍પલેક્‍સ) જેવા કેટલાક પ્રતિષ્ઠીત ગ્રાહકો સાથે કોન્‍ટ્રાક્‍ટર મારફતે પ્રોજેક્‍ટ પૂર્ણ કરવામાં જોડાયેલા છીએ. આ ઉપરાંત ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (મુંબઈ), જીએસએન એસોસિએટસ, રામેશ્વર એન્‍ટરપ્રાઈઝ ગ્રુપ ઓફ કંપનીઝ, સોનાલી માર્કેટીંગ ગ્રુપ ઓફ કંપનીઝ અને પોદ્દાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ તથા અન્‍ય કેટલાક પ્રતિષ્ઠીત ગ્રાહકોના પ્રોજેક્‍ટસ પૂરા કરવાની કામગીરીમાં જોડાયેલી છે. હાલમાં કંપનીના બે પ્રમોટર્સ ઈસ્‍યુ પછીના પેઈડઅપ ઈક્‍વિટી શેર કેપિટલનું ૬૪.૫૪ ટકા ઈક્‍વિટી શેર ધરાવે છે.

પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ કંપનીમાં પેઈડઅપ ઈક્‍વિટી શેર કેપિટલ ઈસ્‍યુ કર્યા પછી બહુમતિ શેર ધારણ કરવાનું ચાલુ રાખશે. અમદાવાદ સ્‍થિત મર્ચન્‍ટ બેંકર મોનાર્ક નેટવર્થ કેપિટલ લિ. આ ઈશ્‍યુના અગ્રણી મેનેજર છે તેમજ કાર્વી કોપટશેર પ્રાઈવેટ લિમિટેડ રજિસ્‍ટ્રાર છે.

 

(9:21 pm IST)