Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

મોટા બુટલેગરોની સંપતિ હવે જપ્‍ત થશેઃ મની લોન્‍ડ્રીંગ એકટ હેઠળ ઇડી પણ તપાસ કરશેઃ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આકરૂ પગલુઃ બુટલેગરોની સીન્‍ડીકેટમાં ખળભળાટ મચ્‍યો

રાજકોટઃ મોટાબુટલેગરોની સંપતિ હવે જપ્‍ત કરવાનો નિર્ણય કરવા સાથે બુટલેગરોની સંપતિની જાણ ઇડીને કરવા માટે પણ રાજય ભરના પોલીસ અધિકારઓને હુકમો કરવામાં આવતા બુટલેગરની સીન્‍ડીકેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા વધુમાં ૨૦ લાખથી વધુ રકમના પકડાયા દારૂની તપાસ સંબંધ રેન્‍જના વડા દ્વારા અને  સીટીએરીયામાં જોઇન્‍ટ પોલીસ કમિશ્નર દરજાના અધિકારીની અંગત દેખરેખ હેઠળ કરવા પણ વધુમાં આદેશ કરાયો છે

(9:20 pm IST)