Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ડીસામાં પોલીસે બાતમીના આધારે બે ગોડાઉનમાંથી 915 કિલો ઘીનો જથ્થો ઝડપ્યો

ડીસા: ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બુધવારે મહાલક્ષ્મી શોપિંગમાં આવેલા ઘીના બે અલગ-અલગ ગોડાઉનમાં અચાનક રેડ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી કુલ અંદાજિત 915 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજિત રૂ. 73,920 રૂપિયાનો મુદામાલ સીઝ કરી એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ડીસાના બગીચા વિસ્તાર પાસે આવેલ રામદેવ કિરાણા સ્ટોરમાં ગયા અઠવાડિયે એક બ્રાન્ડેડ તેલમાં ભેળસેળ થતું હોવાની અંગત બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઓચિંતા દરોડા પાડી તેલના સેમ્પલ લીધા હોવાની ઘટનાની શ્યાહી સુકાઈ નથી.

(5:58 pm IST)