Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

કૃષિ મહોત્સવનો એક દિમાં વીટલો સિધ્ધિ ન ઉગી, માત્ર પ્રસિધ્ધી ઉગી

ગાંધીનગર તા ૩ : એક મહિનાના કૃષિ મહોત્સવને એક દિવસમાં સમેટયા પછી પણ તેનો ફિયાસકો થયો છે. ૨૪૮ માંથી મોટાભાગના તાલુકામાં ખેડુતો ફરકયાજ નહીં અને છેવટે ત્રણ કલાકનો આ કાર્યક્રમ મંત્રીઓ, ભાજપના નેતા, ધારાસભ્યો માટે ફોટો સેશન પુરતો મર્યાદિત થઇ ગયો હતો. તાલુકા સ્તરે એક કાર્યક્રમમાં ૫૦૦ ખેડુતોને એકત્ર કરવા સ્થાનિક કૃષિ પશુપાલન અનેસહકારના અધિકારીઓને ટાર્ગેટ અપાયો હતો.

જીલ્લા સ્તરે મંત્રીઓની ઉપસ્થિતી મા ંકાર્યક્રમો હોવાથી ત્યાં અધિક સંખ્યા લાવવા કહેવાયું હતું જો કે મોટાભાગના  કાર્યક્રમોમાં પાંખી હાજરી જોવા મળી હતી. છેલ્લા ૧૦ વર્ષથી અખાત્રિજેે એક મહિના સુધી રથયાત્રાઓ દ્વારા સરકાર કૃષિ મહોત્સવ યોજાય છે. વિધાનસભા ચુંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની હાર પછી પાક વિમા, કૃષિ ધિરાણ, મગફળીના બાકી ચૂકવણા૦, તુવેર, રાઇડામાં ટેકાના ભાવે અટકી પડેલી ખરીદીથી લઇને પાણી પત્રકમાં નોંધ પાડવા મુદ્ે રાજયના ખેડુતોએ પહેલાથી સરકાર સામે મોરચો માંડયો છે. આરએસએસ ની ભગીની સંસ્થા કિસાન સંઘ અનેક તાલુકા એકમો આંદોલનો કરી રહ્યા હોવાથી સરકારે પહેલાથી જ વર્ષ ૨૦૧૮ ના કૃષિ કલ્યાણ મહોત્સવનો પ્રચાર પ્રસાર કરવાનું ટાળ્યુ હોવાનું કહેવાય છે. આથી જ એક મહિનાને બદલે માત્ર એક જ દિવસનું આયોજન કર્યુ હતું. જેમાં ભારત સરકારના ગ્રામ સ્વરાજ  અભિયાનને પણ સાંકળી લેવાયો હતો. એટલુ જ નહી, તેની સાથે વર્કશોપના નામે ખેડૂતોને તાલિમ આપવાનું જાહેર કર્યુ હતું. આમ છતાંય અનેક તાલુકામાં કૃષિ મહોત્સવના સ્થળે ખુરશીઓ ખાલી પડી રહી અને કાગડા ઉડયા હતા.

(2:39 pm IST)