Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

નર્મદા જિલ્લાની મોવી પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું

ઉપસ્થિત ગામના મતદાતા અને શાળાના વિદ્યાર્થીઓને મતદાન લોક જાગૃતિ અંગે BLO એ સૌને માહિતી પુરી પાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૨/૦૪/૨૪ ના રોજ નર્મદા જિલ્લાની મોવી પ્રાથમિક શાળા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન શાળાના બી.એલ.ઓ. દ્વારા ગામમાંથી આવેલ મતદાતા અને શાળાના વિદ્યાર્થીઓને  મતદાન જાગૃતિ અંગે મહત્તમ માહિતી પુરી પાડવામાં આવી હતી. અમે અચૂક મતદાન કરીશું તેવો સંકલ્પ લીધો હતો.

ખાસ કરીને આ ચૂનાવ પાઠશાલા કાર્યક્રમમાં ઉપસ્થિત મતદાતાઓ સાથે ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાતાના આંકડા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાન મથકમાં મહિલાઓનું ઓછુ મતદાન કેમ થાય છે. એના કારણોની વિશેષ ચર્ચા કરી પ્રશ્નોના નિવારણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી.સાથે ગામના મતદાતાઓ અને શાળાના વિધાર્થીઓએ મતદાન માટેનો સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.ચૂનાવ પાઠશાલામાં મતદાતાઓને સારી રીતે સમજણ પડે એવી રીતે પોતાની બોલીમા સમજૂતી આપવામાં આવી હતી. આખી ચૂંટણી પ્રકિયામાં મતદાતાએ રાજા છે. જેથી કોઈ લોભી લાલચ વિના અવશ્ય મતદાન કરવા અપિલ કરી હતી.

(8:45 pm IST)