Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

સાગબારા તાલુકામાંથી રૂ.73,000 ના 6 મોબાઇલ સાથે બે શંકાસ્પદ યુવાનોને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓએ જીલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવાના સુચના આપતા આર.જી.ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓ મિલ્કત સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવા સારૂ ખાનગી બાતમીદારો તથા વાહન ચેકીંગ દરમ્યાન ડીટેક્ટ કરવા એલ.સી.બી. ટીમોને સુચના કરતા એલ.સી.બી.ની ટીમ સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન ખાનગી બાતમીદારથી માહીતે મળેલ કે, (૧) મહમદ અજીમ મહમદ રફીક મકરાણી (રહે.સેલંબા, જમાદાર ફળીયુ તા.સાગબારા) તથા (૨)સજીત રમેશભાઇ વસાવા (હાલ રહે. સાગબારા, મીશન દવાખાનાની સામે) તથા (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કોઇ જગ્યા એથી ચોરી કરેલ મોબાઇલ અક્કલકુવા વેચવા જવા સારૂ ગોટપાડા બસ સ્ટેશન બહાર રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભા હોઇ જે બાતમી ના આધારે ત્યાં જઇ ત્રણેય શખ્શો શંકાસ્પદ જણાઇ આવતા ત્રણેયને ઝડપી પાડી તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી કુલ-૬ મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ અંગે પુછપરછ કરતાં આ મોબાઇલ ફોન બાબતે કોઇ આધાર-પુરાવા રજુ ન કરતા મોબાઇલ ફોન આ ઇસમોએ શંકાસ્પદ રીતે પોતાના અંગત ફાયદા સારૂ મેળવેલ હોવાનું જણાઇ આવતા આ અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૭૩, ૦૦૦ મળી આવતા ત્રણેયની અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે સાગબારા પો.સ્ટે.ને સોંપી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

(8:44 pm IST)