Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

રીંગણના ભાવ ગગડતા ખેડૂતોને ફેંકવાનો વારો આવ્યો : 200 રૂપિયા મણના સીધા 40 રૂપિયા થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

નર્મદા જિલ્લામાં 110 એકર જમીનોમાં રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન : રીંગણના ભાવ કરતા કાઢવાની મજૂરી મોંઘી પડે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકા સહીત રાજપીપલા વિસ્તરામાં ખેડૂતો એ 110 જેટલા એકરમાં રીંગણ વાવ્યા છે. અત્યારસુધી 200 રૂપિયે મણ ભાવ રહેતો એજ રીંગણ નું ઉત્પાદન મોટા પાયે થયું ને મોટી સંખ્યામાં માર્કેટમાં રીંગણ આવતા થતા હાલ તેનો ભાવ ગગડીને 40 રૂપિયે મણ થઇ ગયો, જે રીંગણ નો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો જે ઘટી 40 રૂપિયે મણ થઇ ગયા. હવે એક મજુર એક દિવસ ના 400 રૂપિયા મજૂરી લે તો ખેતરમાં ચાર મજુર કર્યા હોય તો એ 1200 રૂપિયા મજૂરી થાય જો આ મજુર 10 મણ કાઢે તો પણ 40 રૂપિયા લેખે 400 રૂપિયા થયા તો ટેમ્પાનું ભાડું અને ખેડૂતની મહેનત સહિતનો ખર્ચ ક્યાં ગયો..? માટે ખેડૂતો રીંગણ  ફેંકી દેવા મજબૂર બન્યા છે.

કાછીયાવાડના ખેડૂત રાકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રીંગણનો પાક એટલો વધુ થયો કે માર્કેટમાં મોટો જથ્થો ગામેગામ થી આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી. એટલે અમારે સુરત કે મુંબઈ વેચવા જવું પડે 20 કિલોની એક થેલીને સુરત મંડી માં લઇ જવા ભાડું મોંઘુ પડે છે અને અહિયના લોકલ માર્કેટ માં પૂરતો ભાવ નહિ મળતાં આખરે રીંગણા ફેંકવાનો વારો આવ્યો છે.

(8:42 pm IST)