Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

તિલકવાડાના ચિત્રાખાડી ગામથી જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં ચિત્રાખાડી ગામમાં ચાલતા જુગાર ઉપર પોલીસે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ જુગારી ને ઝડપી ગુનો દાખલ કર્યો છે

  પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે ચિત્રાખાડી ગામની સીમમાં આવેલ ખાડી કોતરમા એક ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પોતાના આર્થીક ફાયદા સારૂ પતા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા (૧) નરેન્દ્ર ઇશ્વરભાઇ તડવી( રહે.ચિત્રાખાડી તા. તિલકવાડા જી.નર્મદા) (૨) નવાબજયાદા સૈયદમહંમદ ઘોરી(રહે. ચિત્રાખાડી તા.તિલકવાડા જી.નર્મદા) (૩)રમેશ કેવળભાઇ બારીયા ( રહે.ચિત્રાખાડી તા. તિલકવાડા જી.નર્મદા) ને પકડી તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૯,૫૩૦-તથા દાવ ઉપરના રૂ.૧,૪૦૦ મળી કુલ રોકડા રૂ.૧૦,૯૩૦ તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૨, ૦૦૦મળી કુલ કિ.રૂ.૨૨,૯૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

   
(8:42 pm IST)