Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

ગરુડેશ્વરના એક ગામની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ગુમ થતાં પિતાએ પોલીસની મદદ માંગી

યુવતી ઘરેથી કોલેજ જવા નિકળી પરંતુ ગુમ થતા વાલીએ તપાસ કરી તો કોલેજમાં પણ પહોંચી ન હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી કોલેજીયન યુવતી ક્યાંય ગુમ થતાં પિતાએ પોલીસ ને જાણ કરી છે

    પ્રાપ્ત માહિતી અનુસાર પિતા એ ગરુડેશ્વર પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની ૨૦ વર્ષીય દીકરી નસવાડી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે માતા વિનાની આ દીકરી રૂટિન મુજબ દરરોજ કોલેજ જતી હોય તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ સવારના સમયે તે ગામના બસ સ્ટેશન પર કોલેજ જવા પહોંચી પરંતુ ત્યારબાદ સાંજે રોજિંદા સમયે ઘરે પરત નહિ આવતા કોલેજ માં તપાસ કરી તો દીકરી કોલેજ આવી જ ન હતી એમ જાણવા મળ્યું ત્યારબાદ ઘણી શોધખોળ કરી પરંતુ તે ક્યાંયે નહિ મળતાં આખરે તેના પિતા એ ગરુડેશ્વર પોલીસ ને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.કોલેજ જવા નીકળેલી યુવતી આખરે ક્યાં ગુમ થઈ એ બાબતે પરિવાર માં ચિંતા વ્યાપી છે.

(8:38 pm IST)