Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

૧૦૦ થી વધુ એફોર્ડેબલ અને પ્રીમિયમ મોડેલ્‍સની નવી રેન્‍જ લોન્‍ચ કરી

બ્‍લુ સ્‍ટારે રૂમ એર કન્‍ડિશનર્સના

અમદાવાદઃ બ્‍લુ સ્‍ટાર લિમિટેડે પોતાના રૂમ એસીની નવી વ્‍યાપક શ્રેણી પરથી પડદો ઉઠાવ્‍યો હતો, જેમાં આગામી ઉનાળાની સીઝન માટે ‘બેસ્‍ટ ઈન ક્‍લાસ એફોર્ડેબલ' રેન્‍જ અને ‘ફલેગશિપ પ્રીમિયમ' રેન્‍જનો સમાવેશ થાય છે. ઉપભોક્‍તાઓના દરેક વર્ગ માટે કંપનીએ જુદી જુદી કિંમતોએ ઇન્‍વર્ટર, ફિક્‍સ સ્‍પીડ અને વિન્‍ડો એસી સહિતના ૧૦૦થી વધુ મોડલ લોન્‍ચ કર્યા છે.વાપરવા યોગ્‍ય વધુ આવક ધરાવતા મધ્‍યમ-વર્ગના ગ્રાહકોમાં વધારો થતા તેમજ એસી વૈભવી સુવિધા કરતાં જરૂરિયાત બની રહ્યા હોવાથી રૂમ એસીનું બજાર નોંધપાત્ર માગનું સાક્ષી બની રહ્યું છે. કંપની ખાસ કરીને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં તેમજ રિપ્‍લેસમેન્‍ટ માર્કેટમાં પ્રથમ વખતના ખરીદનારાઓની માગનો અનુભવ કરી રહી છે.બ્‍લુ સ્‍ટારે આ વધતી જતી માગને પહોંચી વળવા અનેક પ્રોડક્‍ટ લોન્‍ચ કરી છે, કંપનીએ નવા, વિભિન્ન અને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એસી રજૂ કરવા પોતાની ઉત્‍પાદન,આર એન્‍ડ ડી અને ઈનોવેશનની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે.કંપનીએ ઇન્‍વર્ટર સ્‍પ્‍લિટ એસી સેગમેન્‍ટમાં ત્રણ કેટેગરી લોન્‍ચ કરી છે. જેમાં ૨-સ્‍ટાર, ૩-સ્‍ટાર અને ૫-સ્‍ટાર વેરિઅન્‍ટ્‍સમાં ફલેગશિપ, પ્રીમિયમ અને પરવડી શકે તેવી રેન્‍જનો સમાવેશ થાય છે, જે ૦.૮ ટીઆર થી ૨.૨ ટીઆર સુધીની વિવિધ કુલિંગ ક્ષમતાઓમાં રૂ. ૨૯,૯૯૦ના આકર્ષક શરૂઆતના ભાવે ઉપલબ્‍ધ છે.

(9:59 am IST)