Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

“ખેડૂત સંવાદ‘ થકી ગુજરાતના ખેડૂતોની વેદના દેશભરમાં પહોંચાડીશું : રાકેશ ટિકૈતનો હુંકાર

ખેડૂતોના અધિકાર અને ભવિષ્યના રક્ષણ માટે હરહંમેશ તેમની સાથે રહીશું

અમદાવાદ : ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાતના પ્રવાસે છે. રાકેશ ટિકૈતે ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાતીમાં ટ્વીટ કરી છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, ગુજરાતના ખેડૂતો એકલા નથી, દેશભરના ખેડૂતો તેમની સાથે છે!

રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યુ, “ખેડૂત સંવાદ‘ થકી ગુજરાતના ખેડૂતોની વેદના દેશભરમાં પહોંચાડીશું અને ખેડૂતોના અધિકાર અને ભવિષ્યના રક્ષણ માટે હરહંમેશ તેમની સાથે રહીશું

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત  બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાકેશ ટિકૈત અંબાજીથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. રાકેશ ટિકૈત પાલનપુર અને બારડોલીમાં ખેડૂત મહાસમ્મેલન યોજાશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાકેશ ટિકૈત ખેડૂતો સાથે પરિસંવાદ કરશે.

રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. ટિકૈત બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 4 એપ્રિલે દર્શન કરી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. રાકૈશ ટિકૈત સવારે 11 વાગ્યે અંબાજી પહોચશે. બપોરે 12:30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 12:45 વાગ્યે અંબાજીમાં ખેડૂતોનું અભિવાદન કરશે. તે બાદ રાકૈશ ટિકૈત પાલનપુર જવા રવાના થશે.

રાકેશ ટિકૈત 2:30 વાગ્યે પાલનપુરમાં આબુ હાઇવે રોડ પર સુરમંદિર સિનેમા સામે આવેલા મેદાનમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. તે બાદ સાંજે 5 વાગ્યે ઉંઝા પહોચશે અને ઉમિયા મંદિરમાં દર્શન કરશે.

રાકૈશ ટિકૈત તે બાદ 5 એપ્રિલે સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. તે બાદ 10 વાગ્યે કરમસદમાં આવેલા સરદાર નિવાસની મુલાકાત લેશે. તે બાદ વડોદરાના છાનીમાં 11 વાગ્યે ગુરૂદ્વારામાં દર્શન કરશે. બપોરે 3 વાગ્યે બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં ખેડૂત સંવાદ કરશે

(10:51 pm IST)