Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સિટી પોલીસે ભરૂચના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સિનિયર સિટીઝનોની દેખરેખની સૂચનાના પગેલ વી. ડી. મોરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વસાવા, હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ, જયેશભાઇ અને કોન્સ્ટેબલ રાજકુમારે વૃદ્ધની ઓળક કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં રખડતા કોસંબા રોડ ખાતા ભટકતા વૃદ્ધની ઓળખ કરી તેમને તેમના પરિવાર સાથે મિલન કરાવવાનું ખુબ જ ઉમદા કાર્ય સિટી પોલીસે કર્યું છે.

 

 ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સિનિયર સિટીઝનોની દેખરેખની સૂચનાના પગેલ વી. ડી. મોરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વસાવા, હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ, જયેશભાઇ અને કોન્સ્ટેબલ રાજકુમારે કોસંબા રોડ પર રખડતા ભટકતા વૃદ્ધની સાથે વાત કરવાનો પ્રયાસ કરી તેઓ ભરૂચ જિલ્લાના હોવાનું જાણ્યું હતુ. ત્યારબાદ ભરૂચ પોલીસ સાથે સંપર્ક કરી તેમની ઓળખ કરી તેઓ પુનિયાભાઇ વજીરભાઇ વસાવા હોવાનું જાણ્યું હતુ. તેઓ 15 દિવસ પહેલાં ઘરેથી નિકળી ગયા હોવાનું જાણવા મળતાં તેમણે તેમના પરિવારજનોને તેમની જાણ કરી તેમનો મેળાપ કરાવયો હતો.

(8:29 pm IST)