Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સુરત:સચિન-તલંગપૂરના ફળિયામાં રહેતી વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બે મહિલાએ 80 હજારની કિંમતની ચેઇન તફડાવી લેતા ગુનો દાખલ

સુરત: શહેરનાસચિન-તલંગપુરના ભાજીશાક ફળીયામાં રહેતી વૃધ્ધા ઉર્મીલા રમેશ પટેલ (ઉ.વ. 60) તેમના વતન ઓલપાડના દિહેણ ગામથી પરત ઘરે જઇ રહ્યા હતા. દરમિયાનમાં ઉધના દરવાજા પાસેથી ઓટો રીક્ષામાં સચિન જીઆઇડીસી જવા માટે બેઠા હતા. રીક્ષામાં અગાઉથી જ બે મહિલા સવાર હતી. 

ચાલુ રીક્ષા દરમિયાન બે પૈકી એક મહિલાએ મારી ચેકબુક ખોવાઇ ગઇ છે એમ કહી ઉર્મીલાબેનની થેલી ચેક કરવા લીધી હતી અને ત્યાર બાદ ચાલક પાંડેસરા દક્ષેશ્વર ચાર રસ્તા પાસે ઉર્મીલાબેનને ઉતારી ભાડુ લીધા વગર રીક્ષા પુર ઝડપે હંકારી ભાગી ગયો હતો. જેથી ઉર્મીલાબેનને શંકા જતા તેમણે તુરંત જ પોતાની થેલીમાં બનાવેલા ચોર ખાનામાં જોતા તેમાંથી 80 હજારની કિંમતનો સોનાનો સેટ સહમુસાફરના સ્વાંગમાં સવાર ઠગ મહિલાઓએ તફડાવી લીધો હતો. ઘટના અંગે ઉર્મીલાબેને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

(6:12 pm IST)