Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વડોદરા: મૂંગા પશુઓને કતલખાને લઈ જવાતા ટ્રકને અટકાવી પોલીસે ફરાર ડ્રાઈવરને ઝડપવા તજવીજ હાથ ધરી

વડોદરાઃ શહેરની ગોલ્ડન ચોકડી નજીક ટ્રકમાં ઠાંસોઠાંસ ભરીને કતલખાને લઇ જવાતા ઢોરોની ટ્રકનો પીછો કરનાર જીવદયા કાર્યકરોએ ટ્રક આંતરતા ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.

જીવદયા કાર્યકરે પોલીસને કહ્યું છે કે,અમે રાતે ત્રણ વાગે અમદાવાદ થી વડોદરા તરફ આવી રહ્યા  હતા ત્યારે આગળ જતી એક ટ્રકમાં ઢોરોને પુરવામાં આવ્યા હોવાની આશંકા જતાં ગોલ્ડન ચોકડી પાસે ટ્રક રોકી હતી.

આ વખતે ટ્રકનો ડ્રાઇવર ટ્રક છોડીને અંધારામાં ફરાર થઇ ગયો હતો.બનાવના સ્થળે હરણી પોલીસને બોલાવી તપાસ કરાવતાં અંદર ક્રૂરતા પુર્વક રાખેલા ૩૯ પાડા અને ૮ પાડી મળી આવ્યા હતા.

ટ્રકના ડ્રાઇવર તેમજ અન્ય લોકોએ પાણી તેમજ ઘાસચારાની કોઇ વ્યવસ્થા રાખી નહતી અને તમામ ઢોરોને ઠાંસોઠાંસ ભરીને કતલખાને લઇ જતા હોવાની આશંકાને પગલે હરણી પોલીસે ગુનો નોંધી ટ્રક કબજે કરી હતી.પોલીસે ટ્રકના નંબરના આધારે ઢોરો મોકલનારાઓની તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)