Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દાહોદ: શેલ્ટર હોમમાં રહેલા શ્રમજીવીઓનો વતન જવા મુદ્દે હોબાળો: પથ્થરમારો કર્યો

આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

દાહોદ :રાજ્ય સહિત દેશમાં હાલ કોરોનાને પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવી વર્ગનાં કેટલાક લોકો ચાલતા પોતાનાં ગામ જવા માટે નિકળી ગયા હતા. જો કે લોકડાઉનનાં કારણે પોલીસ દ્વારા તેમને સીમા પર જ અટકાવી દેવામાં આવ્યા છે. નજીકનાં શેલ્ટર હોમ ખાતે રોકવામાં આવ્યા છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવીઓ ખુબ જ કંટાળી ચુક્યા છે. તેઓ સતત તંત્ર અને અધિકારીઓ સાથે ચડસા ચડસીમાં ઉતર્યા કરે છે. અને તેમની પાસેવારંવાર પોતાને જવા દેવાની માંગણીઓ કર્યા કરે છે.

દાહોદ જિલ્લાનાંગ રબાડા તાલુકાનાં પાંચવાડા ગામના શેલ્ટર હોમમાં 100થી પણ વધારે લોકોને રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત મામલતદારની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. લોકડાઉનનાં પગલે ઉત્તરપ્રદેશનાં 95 અને મધ્યપ્રદેશનાં 13 લોકોને પાંચવાડા ગામના શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં રહેલા આ લોકોએ પોતાનાં વતર જવાની જીદ કરી હતી. જો કે પોલીસ અને મામલતદાર સહિતનાં સ્ટાફ દ્વારા મનાઇ કરવામાં આવતા તેમના પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જો કે આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો

(12:31 am IST)