Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

આરોગ્ય કર્મચારીઓની હેરાનગતિ કરી છે તો સીધા જેલમાં જવું પડશે: રાજ્ય સરકારની સ્પષ્ટ ચેતવણી

પાટણના મેમદાવાદ ગામમાં આરોગ્ય કર્મીની ગાડી અટકાવી ધમકી આપી

 

ગુજરાત સરકારે કહ્યું છે કે જો આરોગ્ય કર્મચારીઓની હેરાનગતિ કરી છે તો સીધા જેલમાં જવું પડશે .

પાટણના મેમદાવાદ ગામમાં જયપુરથી આવેલાં ૩૦ વર્ષીય યુવાનને હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો . જેની તપાસ માટે આરોગ્ય કર્મચારી ગાડી લઈને નીકળ્યા હતા . જ્યાં ગામની બહાર કેનાલ આગળ અમુક લોકોએ આરોગ્ય કર્મચારીની ગાડીને અટકાવી હતી . અને ગામમાં કોઈ વ્યક્તિ બહારથી નથી આવ્યું તેમ જણાવ્યું હતું . જે બાદ ઈસમોએ આરોગ્યકર્મીને ધમકી આપતાં કહ્યું કે , જો ગામમાં ગયા છો તો પરિણામ સારું નહીં આવે .

અજાણ્યા લોકોની વાતથી ડરી ગયેલાં આરોગ્ય કર્મી યુવાનની તપાસ કર્યા વગર પરત આવી ગયા હતા . જો કે તેઓએ મામલો દબાવવાની કોશિશ કરી હતી . પણ મેમદાવાદ ગામનાં લોકોને વાતની જાણ થઈ ગઈ હતી . અને મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ પોલીસને મૌખિક ફરિયાદ પણ કરી હતી . પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી હતી .

(12:02 am IST)