Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનના દરમિયાન બનાસ ડેરી ઘઉં, જુવાર, બાજરી જેવા પાક પણ ખરીદશે

ખેડૂતો હવે પોતાના ગામમાં જ ખેત પેદાશો વેચી શકશે: બનાસ ડેરીનો મહત્વનો નિર્ણય

બનાસકાંઠા : લોકડાઉનમાં ખેડૂતો માટે બનાસડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. બનાસડેરી લોકડાઉનના સમય દરમિયાન ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે. બનાસ દાણના મટિરિયલને પુરૂ કરવા ડેરી જે તે ગામમાંથી સીધા જ ખેડૂતો પાસેથી ઘઉં, જુવાર, બાજરી જેવા પાક ખરીદશે. ત્યાંજ ખેડૂતોને રૂપિયા પણ ચુકવશે

કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે રાજ્યના માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેવાયા છે. જેને લઇને ખેડૂતો પોતાનો પાક વેચી નથી શકતા. ત્યારે હવે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બનાસડેરીએ ખેતપેદાશ ખરીદવાનું આયોજન કર્યું છે. માર્કેટયાર્ડ બંધ થતાં બનાસડેરીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે.

આ અંગે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોનાની સમસ્યા વચ્ચે પશુપાલકોનું દૂધ એક દિવસ પણ બંધ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસડેરી ખેડૂતોને જ્યાંથી પણ મદદ થાય ત્યાંથી મદદ કરીને બનાસ દાણ રોજેરોજ પૂરુ પાડી રહ્યા છીએ.

(9:45 pm IST)