Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગુજરાતમાં સેનિટાઇઝર્સનું વિનામૂલ્યે કરાયેલું વિતરણ

જાણિતી કંપની નિવીયા દ્વારા વિતરણ કરાયું : વિવિધ હેલ્થકેર સંસ્થાઓ-ઓથોરિટીને મફતમાં વિતરણ

અમદાવાદ,તા.૩ : કોવિડ-૧૯ના ઉપદ્રવ સામે હેન્ડ સેનિટાઇઝર્સની અછતને પહોંચી વળવા માટે ભારતની અગ્રણી અને અત્યંત વિશ્વસનીય સ્કીનકેર બ્રાન્ડ નિવીયા ઇન્ડિયાએ તેના મુખ્ય ભાગીદારો સાથે મળીને દેશભરમાં હેન્ડ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરવાની અને વિનામૂલ્યે તેનું દાન કરવાની જાહેરાત કરી છે. કંપનીનો ગુજરાતમાં આવેલો સાણંદ ખાતેનો પ્લાન્ટ મૂળભૂત રીતે તો ભારતના બજારમાં સ્કીનકેર પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે તેણે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઢર્સનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે જે અમદાવાદ અને વડોદરામાં તેમજ દેશભરમાં તેના વિતરણ ભાગીદારોમાં જાહેર હોસ્પિટલોમાં અને હેલ્થકેર સંસ્થાઓમાં વિના મૂલ્યે પૂરું પાડવામાં આવશે. કોરોના સામેના જંગને પહોંચી વળવા નિવીયા દ્વારા ગુજરાતમાં પણ સંબંધિત લોકોને હેન્ડ સેનિટાઇઝર્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાના આ કપરા સમયમાં બનતી તમામ મદદ કરવાની તત્પરતા પણ નિવીયાએ દાખવી છે.

            હાલમાં વિશ્વ એવી અણધારી આફતનો સામનો કરી રહ્યું છે જેણે સમાજના પ્રત્યેક સ્તરને અસર કરી છે. આ મહામારી સામેની લડાઇને ઉગ્ર બનાવવા માટે હેન્ડ સેનિટાઇઝર્સ અનેક મુશ્કેલ પ્રોડક્ટસમાંની એક બની ગઇ છે જે મોટા પ્રમાણમાં મળવી મુશ્કેલ છે. હેન્ડ સેનિટાઇઝર્સની અછત સામે પગલાં લેતા નિવીયા ઇન્ડિયાએ તેના મુખ્ય ભાગીદારોના સહયોગથી એક સામૂહિક પ્રયત્નરૂપે ગુજરાતના પ્લાન્ટમાં તેની અમુક ઉત્પાદન પ્રક્રિયાને સેનિટાઇઝર્સ બનાવવા તરફ વાળશે. આ પ્રોડક્ટ્સ ત્રણ જાહેર હોસ્પિટલો કે જે શહેરમાં કોવિડને નાથવાના પ્રયત્નોમાં મોખરે છે તેને વિનામૂલ્યે પ્રદાન કરાશે. તદુપરાંત હેન્ડ સેનિટાઇઝર્સની બોટલ્સને જે લોકોને આ પ્રોડક્ટનું જરૂર હોય તેમના માટે કંપનીની સપ્લાય ચેઇનમાં દેશભરમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. નિવીયા ઇન્ડિયાના આ રિજીયન સપ્લાય ચેઇનના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઓમર નવારો અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીલ જ્યોર્જે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો આપણને સૌને રક્ષણ આપવા માટે પોતાની જિંદગી જોખમમાં નાખીને કોવિડ-૧૯ સામેની લડતમાં મોખરે જે હેલ્થકેર કામદારો છે તેમને ટેકો પૂરો પાડવા માટે અમે ભારે ગર્વ અનુભવીએ છીએ. અમે સ્થાનિક સત્તાવાળાઓ અને અમારા મુખ્ય ભાગીદારોના સતત સંપર્કમાં છીએ, તેમજ અમારા પ્લાન્ટને અન્ય તરફ વાળવા અને લિક્વીડ હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવા માટે છેલ્લા થોડા સપ્તાહોથી આ દિશામાં કામ કરી રહ્યા છીએ.

              થોડા સમયમાં જ અથાગ કામ કરીને આવું શક્ય બનાવવા માટે અમારા કર્મચારીઓ અને ભાગીદારોના નેટવર્કનો આભાર માનીએ છીએ. આ કપરા સંજોગોમાં દરેક ઉદ્યોગો એક સાથે આવે અને કોવિડ-૧૯ સામેની લડતને ઉગ્ર બનાવે અને સમર્થન આપે તે જરૂરી છે. અમે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી (એફડીએ) અને સ્ટેટ પ્રોહીબિશન ડિપાર્ટમેન્ટ, અમદાવાદનો પણ આભાર માનીએ છીએ કે જેમણે અમને ઉત્પાદન શરૂ કરવા માટે ઝડપી મંજૂરીઓ અને જરૂરી પ્રોડક્ટ લાયસન્સ આપ્યા છે. આ પ્રોજેક્ટ અમારા ગુજરાત પ્રિન્ટ પેક લિમીટેડ સહિતના અમારા એસોસિયેટના સમર્થન અને સહકાર મારફતે જ ટૂંકા સમયમાં શક્ય બન્યો છે, જેમણે વિના મૂલ્યે સેનિટાઇઝરની બોટલ્સ માટે જરૂરી પેકેજિંગ લેબલ્સ પૂરા પાડ્યા છે તેમજ હૈદરાબાદ સ્થિત ભાગીદાર અપ્તાર બ્યૂટી અને હોમ ઇન્ડિયા પ્રા. લિમીટેડે વિના મૂલ્યે પંપ એસેમ્બલી પણ પૂરી પાડી છે એમ તેમણે ઉમેર્યું હતું.

(9:41 pm IST)