Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમદાવાદ શહેરમાં ક્લસ્ટર ક્વોરનટાઈનની પ્રક્રિયા શરૂ : અંદાજે 5 વિસ્તારોમા 500 ઘરોના 22000 જેટલા વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમા : અમદાવાદમા કોરોના ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાન્સમિશનમા સપડાયુ

પાંચ વિસ્તારોમાં ક્લસ્ટર ક્વોરનટાઈન પ્રક્રિયા : શાહપુર, બાપુનગર, શાહઆલમ, જમાલપુર, દરિયાપુર સહિતના વિસ્તારો પર તંત્રની ખાસ નજર : ખાસ સાવચેતી

અમદાવાદ, તા. : અમદાવાદ શહેર કોરોના વાયરસ માટે હોટસ્પોટ તરીકે બની ગયું છે. રેકોર્ડ સંખ્યામાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સાત નવા કેસો સપાટી ઉપર આવી ગયા છે જેના લીધે ગુજરાત સરકારની સાથે સાથે કોર્પોરેશનની પણ ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના વાયરસ ખતરનાકરીતે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં વધી રહ્યો છે. આના ભાગરુપે હવે ક્લસ્ટર ક્વોરનટાઈનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના પાંચ વિસ્તારોમાં ૫૦૦થી વધુ ઘરોમાં 22000 લોકોને ક્લસ્ટર ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે. લોકલ ટ્રાન્સમિશન મારફતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સ્થિતિ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સોસાયટીના લોકોને હવે બહાર નહીં નિકળવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

       મળી રહેલી માહિતી મુજબ હવે જીવન રૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ લોકો દ્વારા ઘર સુધી પહોંચાડવામાં આવશે જેનાથી કોરોના વાયરસના ફેલાવાને રોકી શકાશે. સસ્તા અનાજની દુકાનો ઉપર વ્યાપક ભીડ જામી રહી છે તેને લઇને પણ નવી સમસ્યા ઉભી થઇ છે. અલબત્ત લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. સવારમાં સામાન્ય સ્થિતિની જેમ લોકો બહાર નિકળી રહ્યા છે. અમદાવાદના શાહપુર, બાપુનગર, શાહઆલામ, જમાલપુર અને દરિયાપુર સહિતના વિસ્તારોમાં ક્લસ્ટર ક્વોરનટાઈનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ માટે ચિંતાજનક બાબત છે કે, રાજ્યમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા વધુ ઝડપથી વધી છે.

        અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી પણ સૌથી વધારે કોરોનાના કેસ વધે તે પ્રકારે હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવી ચુક્યું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કેટલાક વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર કરાયા છે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધ્યા છે. બીજી બાજુ તબલીગી જમાતના લોકો દિલ્હીના મરકઝ કાર્યક્રમમાં ભાગ લઇને પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ચિંતા વધુ ઉપજાવે તેવી છે. ક્લસ્ટર ક્વોરનટાઈન બાદ લોકોમાં તર્કવિતર્કોની રૂઆત થઇ છે. જો કે, સંદર્ભમાં મોડી સાંજ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

અમદાવાદમાં કોરોના..

અમદાવાદ, તા. : અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ક્લસ્ટર ક્વોરનટાઈનની હિલચાલ રૂ થઇ છે. અમદાવાદ પહેલાથી હોટસ્પોટ તરીકે રહ્યું છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન સામે પણ મોટી સમસ્યા ઉભી થઇ ગઇ છે. અમદાવાદમાં કોરોના નીચે મુજબ છે.

અમદાવાદમાં કુલ કેસો

૩૮

અમદાવાદમાં કુલ મોત

૦૩

૨૪ કલાકમાં કેસો

૦૭

૨૪ કલાકમાં મોત

૦૦

 

(10:56 pm IST)