Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગુજરાતમાં લોકડાઉનની કડક અમલવારી માટે ગૃહખાતાનો મહત્વનો નિર્ણંય : છેલ્લા એક વર્ષમાં નિવૃત થયેલા પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઇને ફરી નિમણુંક અપાશે

અમદાવાદ : કોરોના વાયરસ સંદર્ભે દેશના અન્ય ભાગોની માફક ગુજરાતમાં લોકડાઉન પાડવો તે એક જ માત્ર વિકલ્પ હોવાથી લોકડાઉનનો એકડ અમલ કરાવવાની જવાબદારી જેના શિરે છે તેવા રાજ્ય પોલીસતંત્ર દ્વારા આટલા વિશાળ સમૂહને કંટ્રોલ કરવા માટે પ્રવર્તમાન પોલીસ સ્ટાફ પણ અપૂરતો પડતો હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણંય કરી છેલ્લા એક વર્ષ દરમિયાન નિવૃત થયેલ પીએસઆઇ સુધીના 1-4-219થી 31-3-2020 સુધીના નિવૃત થયેલ પીએસઆઇ કક્ષા સુધીના સ્ટાફને રી એમ્પ્લોય કરવાનો નિર્ણંય ગૃહખાતા દ્વારા કરવામાં આવેલ છે

ગૃહખાતા દ્વારા બહાર પડેલ હુકમમાં પ્રથમ તબક્કે બે માસ માટે અને ત્યારબાદ જરૂર જણાયે વધુ એક માસ આપવામાં આવશે

 આ રી એમ્પ્લોય કર્યા અગાઉ સબંધિત સ્ટાફના પાંચ વર્ષના ખાનગી અહેવાલોને રીવ્યુ કર્યા બાદ નિમણુંક કરવામાં આવશે

 પોલીસ કોન્ટેબલથી પીએસઆઇ સુધીના સ્ટાફે રી એમ્પ્લોય થવા માટે શારીરિક રીતે સક્ષમ હોવા જરૂરી છે આ માટે તેઓએ સબંધિત અધિકારીઓને અરજી કરવાની રહેશે અને તેઓની અરજી મળ્યા બાદ સક્ષમ અધિકારી તેમની કરાર આધારિત નિમણુંક બાબતે નિર્ણય કરશે

(8:28 pm IST)