Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનમાં ચાહ કરતા કીટલી ગરમ : રાજપીપળામાં પોલીસ તરીકેનો રુઆબ બતાવી આઉટ સોર્સ ડ્રાઈવરે બળજબરી રૂપિયા અને મોબાઈલ પડાવી લીધા

અંકલેશ્વર શાકભાજી વેચી પરત ઘરે જતા વ્યતિને રાજપીપળા માં પોલીસ ગાડીના આઉટ સોર્સ ડ્રાઈવરે આ કૃત્ય કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનાનો ડર ઉપરથી લોકડાઉનમાં સમયનું પાલન કરવા કેટલાક શાકભાજી સાહિના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સમય મર્યાદામાં પરત ફરતા હોય છે જોકે નર્મદા પોલીસ કોઈને ખોટી રીતે હેરાન કરતી નથી પરંતુ ચાહ કરતા કીટલી ગરમ જેવી એક ઘટના રાજપીપળા ખાતે બની એ બાબતે ફરિયાદ નોંધાઈ છે.

 

       પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના આંબાપુર ગામના બાલુભાઇ અંબાલાલ તરબદા કોળી ગતરોજ પોતાની બોલેરો પીકપ ગાડીમા શાકભાજી અંકલેશ્વર વેચાણ કરી પરત ઘરે જતા હતા ત્યારે રાજપીપળાના ગાંધી ચોકથી કાળીયાભુત વચ્ચે પોલોસની ગાડીમાં આઉટ સોર્સમાં ડ્રાઈવરની ફરજ બજાવતા રવિકુમાર બાબુભાઈ તડવી (રહે,નવાવાઘપુરા તા.ગરૂડેશ્ર્વર જી. નર્મદા)તથા  સુરેશ ભાઈ કાશીરામ તડવી (રહે,વાંસલા તા.ગરૂડેશ્ર્વર,જી.નર્મદા) એ પોલીસ તરીકેની ઓળખ આપી બાબુભાઈની ગાડી રોકીને લાકડીના સપાટા મારી, ધમકાવી બળજબરીથી એક નોકીયા કંપનીનો મોબાઇલ કિ. રૂ.૫૦૦૦-તથા રોકડા રૂ. ૫૦૦ કઢાવી લઇ ગુનો કરતા આ બાબતે બાબુભાઇએ બંને વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે,માં ફરિયાદ આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:52 pm IST)