Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જિલ્લા ગુણવત્તા નિયંત્રણ વિભાગ અને એગ્રીકલ્ચર ઇનપુટ ડીલર દ્વારા મુખ્યમંત્રી રાહતનીધિ માટે રૂા.૩,૩૨,૩૦૮નો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત

મુખ્યમંત્રીના રાહતનીધિમાં વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ, સંગઠનો અને વ્યક્તિગત રીતે આજદિન સુધી જમા થયેલી કુલ રૂા.૧૦,૮૫,૩૬૫ ની રકમ

ફોટો chek

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણ સામે સરકારના વહિવટી-આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ રક્ષણાત્મક પગલાંઓ સાથે અસરકારક કામગીરી થઇ રહી છે, ત્યારે તેમાં સહાયરૂપ થવા વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો-વેપારી એસોસીએશન તેમજ વ્યક્તિગત રીતે પણ અનેક લોકો ગુજરાતના મુખ્યમંત્રીના રાહતનિધિમાં તેમનો ફાળો નોંધાવીને આ ઉમદા કાર્યમાં સહાયરૂપ બની રહ્યાં છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ રૂા.૧૦,૮૫,૩૬૫ ની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહતનીધિમાં જમા થઇ છે.
નર્મદા જિલ્લા ગુણવત્તા નિયંત્રણ વિભાગ તથા એગ્રીકલ્ચર ઇનપુટ ડીલર દ્વારા મુખ્યમંત્રી રાહતનીધિ માટે રૂા.૩,૩૨,૩૦૮/- ની રકમનો ચેક આજે જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ જે. ભટ્ટની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને સુપ્રત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ઇનપુટ ડિલરના પ્રતિનિધિ કે.સી.પટેલ,ખેતીવાડી અધિકારી બી.પી.વસાવા,આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર ભૌમિક પંચોલી વગેરે ઉાસ્થિત રહ્યાં હતાં.

(6:47 pm IST)