Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ મુખ્યમંત્રી રાહત નિધિમાં 5 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું

નાયબ મુખ્યમંત્રીને એન.એચ.એમ કર્મચારીઓએ રૂબરૂ મળી અનુદાન આપ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ વર્ષ 2006થી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં પોતાનો સિંહફાળો આપી રહેલ છે એ પણ ખૂબ જ નજીવા પગારધોરણમાં અને તો પણ અત્યારની આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્યના જાહેર આરોગ્ય ખાતામાં પોતાની સેવાકીય ફરજ તો  બજાવે જ છે સાથે-સાથે 15000 થી પણ ઓછું બેજ પે મેળવતા લોકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિમાં ફૂલ પાંખડી સ્વરૂપે પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપેલ છે.

 

 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને એન.એચ.એમ કર્મચારીઓએ રૂબરૂ મળી અનુદાન આપ્યું  હતું. એ બદલ હું મારા એન.એચ.એમ કર્મચારીઓ માટે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહી છું તેમ વિષ્ણુ પંડ્યા અને ડૉ.શ્રધા રાજપુતે જણાવ્યું હતું.

(6:46 pm IST)