Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

આણંદ તાલુકાના બેડવામાં ખેતરમાં દાંતી મારવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલ મહિલાને માર મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

આણંદ: તાલુકાના બેડવા ગામે રહેતા મનિષાબેન અજીતસિંહ ડાભીએ ગામનાં ગોરધનભાઈ છોટાભાઈ ડાભી તથા અન્ય ડાભી ખેડૂતો પાસેથી બેડવા ગામની સીમમાં બ્લોક સર્વે નંબર ૩૧૯ની વેચાણ રાખી હતી. જે જમીન અંગે કલેક્ટર કચેરી આણંદ ખાતે વિવાદીત અરજી થઈ હતી જે ચાલી જતાં મનિષાબેન તરફે હુકમ થયો હતો જેના આધારે ગામ નમુના અને ૧૨ અને ૮અ મા નામ દાખલ થયું હતુ ત્યારથી તેઓ ખેડતા આવ્યા છે.

આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે ભત્રીજા હંસરાજ સાથે ખેતરમાં ખેતીકામ કરતા હતા ત્યારે સાડા દશેક વાગ્યાના સુમારે દિનેશભાઈ ચંદુભાઈ પટેલ તેમના પુત્ર હર્ષને લઈને ટ્રેકટરમાં લઈને દાંતી મારવા માટે આવ્યા હતા.

(5:30 pm IST)