Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મહુધાના નિઝામપુરામાં પસાર થતી નહેરમાં કપડાં ધોતી યુવતીની આબરૂ લેવાનો નરાધમે પ્રયાસ કરતા ગુનો દાખલ

મહુધા: તાલુકાના નિઝામપુરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નહેરના પગથિયા પર બેસી એક યુવતિ કપડાં ધોતી હતી. દરમિયાન ગામનો એક મુસ્લિમ યુવક ત્યાં ન્હાવા માટે આવ્યો હતો. અને યુવતિ ઉપર પાણીના છાંટા ઉડાડી ચેનચાળા કર્યાં હતાં. યુવતિએ છાંટા ઉડાડવાની ના પાડતાં ઉશ્કેરાયેલા યુવકે એકલતાનો લાભ લઈ યુવતિની આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો. અંગે મહુધા પોલીસે યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના નિઝામપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતિ ગતરોજ બપોરના સમયે નજીકમાંથી પસાર થતી શેઢી નહેરમાં કપડાં ધોવા ગઈ હતી. અને તે પગથિયા ઉપર કપડાં ધોતી હતી તે વખતે નિઝામપુરા ગામમાં રહેતો સોહિલખાન નુરમહંમદ પઠાણ નામનો યુવક નહેરમાં ન્હાવા માટે આવ્યો હતો. સોહિલ પઠાણ નહેરના પાણીમાં હાથ પછાડી કપડાં ધોતી યુવતિ પર પાણીના છાંટા ઉડાડતો હતો. જેથી યુવતિએ પાણીના છાંટા ઉડાડવાના ના પાડી સોહિલને ઠપકો આપ્યો હતો. અને દુર જઈ ન્હાવા માટે કહ્યું હતું. જેથી સોહિલ પઠાણ ઉશ્કેરાઈ ગયો હતો અને તુ મને કહેનાર કોણ કહી યુવતિનો હાથ પકડી લીધો હતો. અને એકલતાનો લાભ લઈ યુવતિની આબરૃ લેવાની કોશીષ કરી હતી. જો કે યુવતિ જેમ તેમ કરી ત્યાંથી ભાગી ગઈ હતી.

(5:29 pm IST)