Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મહેસાણામાં મોઢેરા ચોકડી નજીક જીઆઈડીસીમાં કામ કરતા ઉત્તરપ્રદેશ સહીત બિહારના 72 જેટલા શ્રમજીવીઓ ફસાયા

મહેસાણા:મોઢેરા ચોકડી નજીક આવેલી જીઆઈડીસીના એકમમાં કામ કરતા ઉત્તરપ્રદેશ અને બિહારના ૭૨ જેટલા શ્રમજીવીઓ ફસાયા છે. લોકડાઉનને પગલે કામ બંધ થતા આજીવિકા ગુમાવનાર શ્રમિકોને ખાવાપીવાના પણ વાંધા પડતા કફોડી હાલતમાં મુકાયા છે. વતન જવા તેઓ લક્ઝરીનું રૃા. ત્રણ લાખ ભાડું ચુકવવા તૈયાર હોવા છતા મંજુરીના અભાવે જઈ શકતા નથી માટે હવે તેઓએ પદયાત્રા કરીને પણ વતનમાં જવાનું મન બનાવ્યું છે.

મહેસાણા જીઆઈડીસીમાં ફસાયેલા શ્રમજીવીઓની રોજગારી છીનવાઈ છે. વળી હજુ સુધી ઠેકેદાર દ્વારા ગત એક માસનો પગાર પણ નહીં ચુકવાતા બેવડો માર સહન કરી રહ્યા છે. તેવા સંજોગોમાં તેઓની માંગ છે કે અમોને વતન મોકલવાની વ્યવસ્થા કરાવો અથવા ખાવાપીવા માટે મિનિમમ દૈનિક ભથ્થું મળે તેવું આયોજન કરવાની માંગણી કરી છે.

(5:28 pm IST)