Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોડાસામાં લોકડાઉનમાં ક્રિકેટ રમતા નવ શખ્સોને પોલીસે ડ્રોનની મદદથી ઝડપી પાડયા

મોડાસા:કોરોના વાયરસને નાથવા જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે.ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા ઉપર પણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ ફરમાવી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ત્યારે મોડાસા થી પહાડપુર જવાના માર્ગે આવેલ દરગાહ પાસે  કેટલાક શખ્શો કિક્રેટ રમી રહયા હોવાનું ડ્રોન કેમેરા વડે કરાતા નિરીક્ષણમાં ઝડપાતાં ટાઉન પોલીસે છાપો મારી 9 શખ્શોને ઝડપી હવાલાતે કરી દીધા હતા.

જયારે તમામ આરોપીઓ વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વિશ્વભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન-પ્રતિદીન વધી રહયો છે.ત્યારે મહામારીને નાથવા હાથ વગા એકમાત્ર ઉપાય તરીકે સામાજિક અંતર બનાવી રાખવા ઉપર તંત્ર દ્વારા ભાર મૂકાઈ રહયો છે.દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરાયું છે.અને તેની સંપૂર્ણ અમલવારી માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી સંપૂર્ણ તકેદારી દાખવવામાં આવી રહી છે. જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને ઝડપી લેવા મોડાસા ટાઉન પોલીસ દ્વારા ડ્રોન વીડીયો કેમેરા થી સઘન ચેકીંગ હાથ ધરાયું છે.ત્યારે આવા ચેકીંગ દરમ્યાન ટાઉન પોલીસની ટીમને મોડાસા-પહાડપુર માર્ગે આવેલા એક દરગાહ નજીક લોકોનું ટોળું જોવા મળતાં તાબડતોડ સ્થળે છાપો મરાયો હતો.અને પોલીસના છાપા રમ્યાન ખુલ્લા મેદાનમાં કિક્રેટ રમી કાયદાનો ભંગ કરતા 9 શખ્શો ને ઝડપી પડાયા હતા.મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(5:27 pm IST)