Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મહેસાણાના વિજાપુર તાલુકા નજીક મનરેગામાં કામ કરતા 80મજૂરોના ખાતામાં પૈસા આવતા કોન્ટ્રાકટરે એટીએમ પડાવી લીધા હોવાનો વિડીયો વાયરલ

મહેસાણા:જિલ્લાના વિજાપુર તાલુકાના વડાસણ ગામમાં મનરેગામાં કામ કરતા ૮૦ મજૂરોએ એક વિડીયો વાઈરલ કર્યો છે. જેમાં તેમણે પોતાના એટીએમ કાર્ડ કોન્ટ્રાક્ટરે પડાવી લીધા છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવા છતાં સરકારી તંત્ર કોઈ પગલાં ભર્યા નથી. લોકડાઉનના સમયમાં સરકારે મનરેગાના મજૂરોને દરરોજ ૨૭૦ જેટલી રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે ત્યારે મનરેગાના મજૂરોના એટીએમ કોન્ટ્રાક્ટરે પડાવી લીધા છે. અંગે મજૂરોએ ગામમાં ભારે દેકારો મચાવ્યો હતો. ઉપરાંત વીડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાઈરલ પણ કર્યો હતો. હજુ સુધી અંગે જિલ્લા કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી નથી

મનરેગામાં કામ કરતા મજૂરોની હાલત લોકડાઉનમાં સાવ બદતર હાલત છે. મનરેગામાં કામ કરતા મજૂરોને દરરોજ તેમનું વેતન ચુકવાય છે. મહેસાણા જિલ્લામાં હજારો મજૂરો મનરેગામાં કામ કરી રહ્યા છે. ત્યારે જ્યારે સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ રોજ કમાઈને રોજ ખાનારા મજૂરોની હાલત કફોડી બની જાય તે માટે તેમના ખાતામાં દરરોજ ૨૭૦ રૃપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે. આદેશ આપતા વડાસણ ગામમાં ૮૦ જેટલા કામ કરતા મનરેગાના મજૂરો પાસેથી કોન્ટ્રાક્ટરે એટીએમ કાર્ડ પડાવી લીધા હતા. અંગે થી વિડીયો વાઈરલ કરી તમામ મજૂરોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વડાસણ ગામમાં મનરેગાના કામના કોન્ટ્રાક્ટરે અમારૃ એટીએમ પડાવી લીધું છે. હાલ કામ બંધ હોઈ અમને પૈસાની ખૂબ જરૃર છે પરંતુ અમારૃ એટીએમ કોન્ટ્રાક્ટરે પડાવી લીધું છે.

(5:26 pm IST)