Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

નડિયાદમાં ગળતેશ્વર નદી નજીક 35થી40 દુકાનો તસ્કરોનો નિશાન બની:મધ્યરાત્રીએ તાળા તૂટ્યા: ગલ્લામાં મુકેલ માલ સામાનની ચોરી

નડિયાદ:સુપ્રસિધ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ લોકડાઉનના પગલે સૂમસામ ભાસી રહ્યુ છે.આજે રામનવમી હોવા છતાં સરકાર દ્વારા લદાયેલ લોકડાઉનનો ચુસ્તપણે અમલ થતો જોવા મળી રહ્યો છે. મહાદેવ, નદી કિનારો, મંદિર જતો રસ્તો આજે માનવવિહોણો બન્યો છે. ત્યારે આવા સમયમાં તસ્કરોને લીલા લહેર પડી ગઇ છે. મહાદેવ નજીક આવેલ આવેલ દુકાનોમાં ગતરાત્રીના કેટલાક તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

રાત્રીના કોઇપણ સમયે નદીના પટ્ટ વિસ્તારમાં આવેલ ૩૫ થી ૪૦ દુકાનોમાંથી પાંચ દુકાનોમાં ચોરી થઇ હતી. પાંચ દુકાનોમાંથી લોખંડની સાંકળો તોડીને ગલ્લામાં મૂકેલ માલ સામાન લઇ ચોર ઇસમો  ફરાર થઇ ગયા હતા.જગદીશભાઇ રતીસીંગ ઝાલા,ઉમેશભાઇ નારયણભાઇ વણઝારા,પ્રતાપભાઇ હરજીભાઇ વણઝારા અને મહેશભાઇ સોમાભાઇ વણઝારાની દુકાનોમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે

(5:24 pm IST)