Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

આણંદ જિલ્લાના ઉમરેઠ નજીક અગમ્ય કારણોસર મહીં સિંચાઇની કેનાલમાં ઝંપલાવી 65 વર્ષીય આધેડે પડતું મૂક્યું

આણંદ:જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નજીક આવેલ લીંગડા ગામની નહેરમાં ગઈકાલે માતા-પુત્રએ ઝંપલાવી આયખુ ટુંકાવ્યું હોવાના બનાવની યાદ હજી તાજી છે ત્યાં ધુળેટા ગામ નજીકથી પસાર થતી મહી સિંચાઈ વિભાગની કેનાલમાં આજે ૬૫ વર્ષીય એક વૃધ્ધે પડતુ મુકતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ ઉમરેઠ પોલીસ તથા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તુરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલના પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ તાલુકા મથક ઉમરેઠ નજીક લીંગડા ગામ પાસે આવેલ નહેરમાં ગઈકાલે રાહતલાવની એક પરિણીતાએ પોતાના પુત્ર સાથે ઝંપલાવ્યું હતું. નહેર પાસે એક્ટીવા તથા મહિલા અને બાળકના ચપ્પલ મળી આવતા ગામના સરપંચને જાણ થતા તેઓ નહેર ખાતે દોડી ગયા હતા

(5:23 pm IST)