Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સુરતના પુણા વિસ્તારમાં 13 વર્ષીય બાળકીને વારંવાર પૈસાની લાલચ આપી 55 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા અરેરાટી: ફરિયાદના આધારે ધરપકડ હાથ ધરાઈ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં 13 વર્ષીય બાળકીને દૂરના સંબંધી 55 વર્ષીય આધેડે પૈસાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા પુણા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની 13 વર્ષ 6 માસની એક બાળકી તેમના પરિવારના દૂરના સંબંધી રામલાલ રાધેશ્યામ અગ્રવાલ ( ..55 ) ( રહે. ધર નં.120, ક્રીષ્ણા સોસાયટી, મારૂતીનગર સોસાયટીની બાજુમા, સીતાનગર ચોકડી, પુણાગામ, સુરત. મુળ રહે.સુપોલ,બિહાર ) ના ઘરે અવારનવાર જતી હતી

(5:21 pm IST)