Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સુરતના ડોક્ટરોની દરિયાદિલી:સિવિલમાંથી રજા આપવામાં આવેલ મહારાષ્ટ્રના દર્દીઓને પોતાના ખર્ચે એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચાડે છે

સુરત:લોક ડાઉનના પગલે શહેરીજનો જરૂરિયાતમંદ વ્યક્તિઓને જમવાનું, આર્થિક કે અનાજ કરીયાણાની કિટ આપી મદદ પણ કરી શહેરીજનો માનવતા મહેકાવી રહ્યા છે. તેવા સમયે સુરત સિવિલ હોસ્પિટલ કોરોનાની ડ્યુટી સાથે ડોક્ટરે સિવિલમાંથી રજા આપનાર મહારાષ્ટ્રના દર્દીઓને પોતાના ખર્ચે વિનામૂલ્યે ઘરે પહોંચાડી રહ્યા છે. જોકે લોક ડાઉનને પગલે વાહન વ્યવહાર બંધ હોવાથી ડોક્ટરે દર્દીઓને વ્હારે આવી માનવતા મહેકાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં લોક ડાઉનના પગલે વાહન વ્યવહાર બંધ હોવાથી મોટાભાગના દર્દી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં કે અન્ય વાહનોમા નવી સિવિલ હોસ્પિટલમા આવે છે. જેમાં એવા પણ દર્દી હોય છે કે તેને પગમાં ફેકચર હોય કે ઈજાના લીધે ચાલી શકતા હોય કે અન્ય તકલીફને લીધે ચાલવામાં તકલીફ પડતી હોય સહિતના વધુ તકલીફ વાળા ઓપીડીના દર્દીઓને હાલત કફોડી થતી હોય છે.

(5:19 pm IST)