Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વડોદરા:રેશનિંગની દુકાનો પર ગરીબોને સડેલો દાળનો જથ્થો આપવામાં આવતા પુરવઠાનો જથ્થો પાછો ખેંચવામાં આવ્યો

વડોદરા:ગરીબો માટે મફત અનાજ વિતરણમાં દાળનો જથ્થો ખરાબ હોવાથી અનેક દુકાનો પરથી દાળનું વિતરણ બંધ કરાવી દેવાયું  હતું. સાથે આજે પણ રજાના દિવસે દુકાનો ખુલ્લી રાખી અનાજ લોકોને આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના બે લાખથી વધુ કાર્ડધારકોને ગઇકાલથી ઘઉં, ચોખા, દાળ સહિતના જથ્થાનું મફત વિતરણ  જિલ્લાની ૮૦૧ જેટલી રેશનિંગ દુકાનો પરથી વિતરણ શરૃ કરી દેવાયું છે. ગઇકાલે જથ્થા મુદ્દે ભારે હોબાળો કેટલીક દુકાનો પર થયો હતો. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આજે ફરીથી રેશનિંગ દુકાનો પરથી સવારથી વિતરણ શરૃ કરવામાં આવ્યું હતું. બીપીએલ, અંત્યોદય તેમજ જરૃરિયાતમંદોને જે મફત અનાજ અપાયું તેમા દાળ સળી ગઇ હોવાની બૂમો ઉઠવાનું શરૃ થયું હતું જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ જે દુકાનો પરથી દાળનો જથ્થો સળી ગયેલો મળ્યો હોય ત્યાંથી દાળ હટાવી ગ્રાહકોને કુપન આપી નવી દાળ આવે ત્યારે જથ્થો લઇ જવાની સૂચના આપી હતી.

(5:18 pm IST)