Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમદાવાદ:સેટેલાઈટમાં ઇસ્કોન મંદિર નજીક રિક્ષામાં દારૂ લઈને જતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ:કોરોના વાઈરસને કારણે લોકડાઉન હોવા છતાં જાહેરનામાનો ભંગ કરનારા 48 જણાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ટેરેસ પર એકઠા થયેલા ચાર શખ્સોની પણ ધરપકડ કરાઈ હતી. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

સેટેલાઈટમાં ઇસ્કોન મંદિર નજીક રિક્ષામાં દારૂ લઇને જઇ રહેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય આંબાવાડી એક્સાઇઝ સર્કલ પાસે ચાનુ ટેબલ રાખતા જાવેદ શેખની પોલીસે ધરપકડ કરી હતી. વસ્ત્રાપુરમાં મેમનગર સોનલ ચાર રસ્તા પાસે સુકિત એપાર્ટમેન્ટના ધાબા પર એક મહિલા અને ત્રણ શખ્સો ડ્રોનની નજરે ચડતા પોલીસે અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

(5:18 pm IST)