Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ઇસુઝુ મોટર્સ ઈન્ડિયા બીએસ- ૬ વાહનોના લોન્ચિંગમાં ફેરફાર કર્યો, હાલના વાહનો માટેના સર્વિસ શિડ્યુલ લંબાવ્યા

બીએસ- ૬ વાહનો ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિકમાં લોન્ચ થશે : હાલના તમામ વાહનો પર ઉપલબ્ધ માર્ચ-એપ્રિલ-૨૦૨૦ની સર્વિસ વેલિડિટી મે સુધી લંબાવાઈ.

(કેતન ખત્રી)અમદાવાદ : જાપાનીઝ યુટિલિટી વ્હિકલ મેન્યુફેકચરર ઈસુઝુ મોટર ઈન્ડિયાએ કોવિડ-૧૯ મહામારીને લીધે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં બીએસ-૬ આધારિત મોડલ લોન્ચ કરવાની યોજનામાં ફેરફાર કર્યો છે. બીએસ-૬ મોડલના વાહનો ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક સુધી લોન્ચ થશે. કંપની ટૂંકસમયમાં જ લોન્ચિંગ તારીખ જાહેર કરશે.તદુપરાંત ઈસુઝુ મોટર્સ ઈન્ડિયાએ દેશભરના ગ્રાહકોને લાભ આપતાં વર્તમાન સર્વિસ શિડ્યુલ અને માન્યતા સંબંધિત માહિતી આપતાં જણાવ્યુ છે. જે વાહનો પર ઉપલબ્ધ વોરંટી ૧૫ માર્ચ ૨૦૨૦ થી ૧૫ એપ્રિલ ૨૦ સુધીમાં પૂર્ણ થઈ રહી હોય તે તમામ વાહનોની વોરંટી મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, બધા વાહનો કે જે ૧૫ માર્ચ ૨૦૨૦ થી ૧૫ એપ્રિલ ૨૦ના સમયગાળા દરમિયાન મેઇન્ટેનન્સ સર્વિસ હતી તે હવે મે, ૨૦૨૦ના અંત સુધીમાં તેમની સેવાઓનો લાભ મેળવી શકે છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ અંગે કોઈપણ ફેરફાર કરવામાં આવશે તો તે અંગે અલગથી જાહેરાત કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)