Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી ભુક્કા બોલાવશે : કાલથી તાપમાનનો પારો વધશે

અમદાવાદ - ગાંધીનગર બંનેની જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજકુમારને : અમદાવાદ - ભાવનગર - ગાંધીનગર - વડોદરા - સુરત માટે પણ અધિકારીઓ નિમાયા

અમદાવાદ: સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને લોકડાઉનની સ્થિતિ વચ્ચે  ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં જ્યાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, 4 તારીખથી ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ઉપર જશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલ એપ્રિલની 4 તારીખથી 6 સુધી ગરમીનો પારો વધશે. જેને લઈને અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિત શહેરોના તાપમાનમાં વધારો થશે. જેને લઈને રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે નહીં.

(2:19 pm IST)