Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કાલે રાજ્યના મુખ્ય પોલિસવડા શિવાનંદ ઝાનો જન્મદિવસઃ પૂર્વ સંધ્યાથી જ શુભેચ્છા અપરંપાર

કોરોના વાયરસ સામે લોકોની રક્ષા કરવા માટે આ સેનાપતિએ રાત દિવસ એક કર્યા છે

વાપી તા. ૩:  ૧૯૮૩ બેચના સિનીયર આઇપીએસ અને   રાજ્યના મુખ્ય પોલિસવડા  શિવાનંદ ઝાનો આવતીકાલ શનિવાર  તા.૪ના રોજ જન્મદિવસ છે. મૂળ બિહારના વતની એવા શિવાનંદ ઝા ખૂબ જ કડક હાથે કામ લેવા માટે  રાજ્યભરમાં જાણીતા છે.  રોજેરોજ એસપીઓથી લઇ  સિનીયર અધિકારીઓ સાથે  વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા તમામ કામગીરીનો હિસાબ લેતા  અને જરૂર જણાયે ઉચ્ચ અધિકારીઓના કાન પણ  વીસી કોન્ફરન્સમાં કોઇની શેહશરમ વગર ખેંચતા આ અધિકારી લાંબી અને યશસ્વી ફરજને કારણે ગુજરાતના લોકો સાથે  દુધમાં સાકરની જેમ ભળી ગયા છે.

લોકડાઉન દરમ્યાન સખ્તાઇથી અમલ કરવા પોલીસને આદેશ આપવા સાથે  લોકોને સાચી માહીતી પહોંચાડવા માટે જાનના જોખમે ફરજ બજાવતા પ્રીન્ટ મીડીયા કે ઈલેકટ્રોનિક મિડીયાના સ્ટાફ સાથે કોઇજાતનું ગેરવર્તન ન કરવા સખત તાકીદ આપનાર અને વિશાળ શુભેચ્છકો ધરાવતા   ગરીબોને બેલી તરીકે જાણીતા આ અધિકારી ઉપર પૂર્વ સંધ્યાએથી જ અપરંપાર અભિનંદનવર્ષા (મો. ૯૯૭૮૪ ૦૬૨૭૧) પર અવિરત  થઇ રહી છે.

(12:22 pm IST)