Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનનો ભંગ: વલસાડમાં રામનવમીની ઉજવણી: પૂજારી સહીત નવ લોકોની ધરપકડ

વલસાડ કોસંબામાં રામજીમંદિરમાં રામનવમીની ઉજવણી: સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું: પોલીસે 9 લોકોની કરી ધરપકડ

વલસાડ : રાજ્યભરમાં લોકડાઉન હોવાના કારણે મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે લોકડાઉનની વચ્ચે વલસાડમાં રામનવમીની ઉજવણી કરાઈ હતી આ  મામલે મંદિરના પૂજારી સહિત 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે

 

  વલસાડના પ્રખ્યાત કોસંબાના રામજી મંદિરમાં રામનવમી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ધારા 144 નો ભંગ કરવામાં આવ્યો હતો। .અને સોસીયલ ડિસ્ટન્સ પણ ન જળવાતા કોરોનો વાઇરસ ફેલાવવાનો ભય પણ ઉભો થયો હતો

મળતી માહિતી મુજબ કોસંબાના રામજી મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન સોશિયલ ડિસટન્સ રાખવામાં આવ્યો ન હતો... મંદિરમાં કરવામાં આવેલી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ અન્ય 4 લોકોની પણ ઓળખ કરવામાં આવી.. પોલીસે 9 લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરી છે

 મીડિયામાં આ મામલો આવતા રાજ્યના ડીજીપી એ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા હતા. જેને લઈને શરૂઆતમાં ઊંઘતું ઝડપાયેલ વલસાડ જિલ્લા પોલીસ હરકતમાં આવ્યું હતું અને મંદિરના પૂજારી સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવતા સમયમાં મંદિર પરિસરમાં હાજર રહેલા તમામ લોકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની વલસાડ જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યા છે.

(11:18 am IST)