Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

હિંમતનગર પંથકમાં સસ્તા અનાજની દુકાનમાં સડી ગયેલા ઘઉં આવતા હોબાળો

થાનિકોએ સડી ગયેલા ઘઉંનો વીડિયો બનાવી વાયરલ કર્યો

હિંમતનગર તાલુકાના તાજપુરી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં હોબાળો થયો હતો. સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ઓછુ અનાજ અપાતુ હોવાને લઈને હોબાળો કર્યો હતો. નિયત જથ્થા કરતા બે કિલો ઓછું અનાજ અપાતુ હોવાનો આરોપ લાગ્યો હતો. વલ્લીભપુર તાલુકાના પાટી ગામે સસ્તા અનાજની દુકાનમાં સડી ગયેલા ઘઉં આવતા હોબાળો મચ્યો હતો. સ્થાનિકોએ સડી ગયેલા ઘઉંનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. વીડિયોમાં પાટી ગામની દુકાન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

(9:53 pm IST)