Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોરવા હડફ તાલુકામાં રેશનકાર્ડ ધારકોને પૂરતું અનાજ નહિ માલ્યાની બુમરાણ

નાયબ મામલતદાર અને ઈન્ચાર્જ મામલતદાર મુકેશભાઈ ભારીયા સહીતના અધિકારીઓએ તાલુકાની સરકારી દુકાનોમાં તપાસ કરી

પંચમહાલના શહેરામાં સરકારે રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે ઘઉ ચોખા અને ખાંડ જેવી ચીજવસ્તુઓ આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને 1 એપ્રિલથી સરકારી દુકાનોમાં કાર્ડ ધારકોને અનાજ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ મોરવા હડફ તાલુકામાં રેશનકાર્ડ ધારકોને અનાજ પુરતા પ્રમાણમાં નથી આપવામાં આવતું તેવી ફરિયાદ ઉઠવા પામી છે. આ મામલે નાયબ મામલતદાર અને ઈન્ચાર્જ મામલતદાર મુકેશભાઈ ભારીયા સહીતના અધિકારીઓએ તાલુકાની સરકારી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.

(9:49 pm IST)