Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમદાવાદમાં લોકડાઉનની સ્થિતિ કેવી ? ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી

લોક ડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

અમદાવાદઃ ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ અમદાવાદ શહેરમાં લૉકડાઉન સંદર્ભે અમલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય મંત્રીએ અમદાવાદ શહેરના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા તથા અન્ય વિસ્તારોની મુલાકાત લઇ લોક ડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી

 તેમણે શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ, ખોડિયારનગર ચાર રસ્તા, દાણીલીમડા ચાર રસ્તા, શાહ આલમ ટોલનાકા, કાંકરિયા ગેટ -1' ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇકા ક્લબ દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, કૃષ્ણબાગ ચારરસ્તા, જવાહર ચોક, હીરાભાઈ ટાવર, ઘોડાસર કેનાલ રોડ, સ્મૃતિ મંદિર, નિગમ સોસાયટી, રામોલ ચોકડી, ઓઢવ, નિકોલ, ઠકકરનગર ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તા, નરોડા પાટીયાથી ગેલેક્ષી ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે ડ્રોન દ્વારા સર્વેલન્સ સંદર્ભે કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

(9:43 pm IST)