Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સાવલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના બૅનર હેઠળ ચૂંટણી લડાવી આઠ બેઠકો પર કબ્જો કર્યો

શહેર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ પ્રથમવાર કોંગ્રેસમાંથી પતિ પત્ની ચૂંટણી લડયા અને બંને જીતી ગયા

સાવલી નગર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષ અને આ ચૂંટણી દરમિયાન જો કોંગ્રેસના સંગઠન દ્વારા નગરના હોદ્દેદારોને સાથ અને સહકાર આપ્યો હોત તો હાલમાં પાલિકાનું ચિત્ર કંઈક અલગ હોત,સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસે પોતાના બેનર હેઠળ ચૂંટણી લડાવીને ૮ બેઠકો કબજે કરી છે અને ભારે રસાકસી સ્થિતિનું નિર્માણ કર્યું હતું

સાવલી નગરપાલિકાની ગતરોજ તાલુકા સેવા સદન ખાતે મતગણતરી યોજાઇ હતી પ્રથમ વોર્ડમાં કોંગ્રેસે ચારમાંથી ત્રણ બેઠકો મેળવી હતી.જ્યારે વોર્ડ નંબર ૨માં બે બેઠકો મેળવીને જંગી સરસાઈ તરફ્ દોટ મૂકી હતી. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક મળતા કુલ ૧૨માંથી ૬ બેઠકો કોંગ્રેસ અને છ બેઠકો ભાજપને ફળે ગઇ હતી ત્યારબાદ વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસ ભાજપને બે બે બેઠકો મળતા ભારે રસાકસી સર્જાઈ હતી અંતે વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર છ માં કોંગ્રેસની એક પણ બેઠક ન મળતા ભાજપે સત્તા જાળવી રાખી હતી.

આમ પાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકોમાંથી ૧૬ ભાજપ અને ૮ કોંગ્રેસના ફળે ગઈ હતી. જ્યારે સૌથી મહત્વની ઘટના એ છે કે જ્યારથી પંચાયતનું પાલિકામાં રૃપાંતર થયું ત્યાર બાદ પ્રથમ વખત જ કોંગ્રેસે પોતાના બેનર હેઠળ પાલિકા લડાવી છે. ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકો પર જ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને તમામ ઉમેદવારો હારી ગયા હતા. જ્યારે આ વખતે કોંગ્રેસ તરફ્થી ચૂંટાયેલા સભ્યોમાં માજી ભાજપ શહેર પ્રમુખ હસુભાઇ પટેલ પ્રથમવાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા અને જીત્યા છે.

જ્યારે પાલિકાના માજી પ્રમુખ અને માજી સાવલી ભાજપ શહેર પ્રમુખ અને હાલના સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ પ્રથમવાર કોંગ્રેસમાંથી પતિ પત્ની ચૂંટણી લડયા હતા અને બંને જીતી ગયા છે. જે સાવલી નગરપાલિકાના ઇતિહાસમાં પતિ-પત્ની ચૂંટાવાનો પ્રથમ બનાવ નોંધાયો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે કલ્પેશ પટેલના પત્ની દક્ષાબેન ગત ટર્મમાં પણ કોર્પોરેટર હતા અને આખી ટર્મ ભાજપને હંફવી હતી. કોંગ્રેસમાંથી અન્ય વિજેતાઉમેદવાર યુનુસ મીયા શેખ ઉફ્ર્ે બાબર તેઓ પણ માજી ઉપનગરપતિ છે. સાવલી નગરપાલિકામાં પાંચ વર્ષ દરમિયાન વિરોધ પક્ષ જેવું કોઈ અસ્તિત્વ જ ન હતુ.

(12:07 am IST)