Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

નરખડી ગામના અસ્થિર મગજની ગુમ થયેલી વ્યક્તિની ભાળ મળ્યેથી રાજપીપલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના ગુમ થનાર બચુભાઇ છગનભાઇ વસાવા(ઉં.વ. આ.૬૦ )પોતાના ઘરની આગળ આવેલ ઓટલા ઉપર સુતા હતા ત્યાંથી ઉંઘમાથી ઉઠીને ઘરેથી કોઇને પણ કહ્યા વગર અસ્થિર મગજના કારણે પોતાની જાતે જતા રહેલ, જે આજદિન સુધી પરત ઘરે આવેલ નથી.જેથી રાજપીપળા પો.સ્ટે.માં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે. આ ગુમ થનાર વ્યક્તિની તપાસ કરાવતા મળી આવેલ નથી.

ગુમ થનાર વ્યક્તિ શરીરે મધ્યમ બાંધાના અને રંગે ઘઉ વર્ણો અને ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટ તેમજ વાળ તથા દાઢી સફેદ અને શરીરે આખી બાંયનો આછો ગુલાબી કલરો ટપકાવાળો શર્ટ પહેરેલ છે તથા કમ્મરે વાદળી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. માથે સફેદ વાળ છે અને ગુજરાતી ભાષા જાણે છે સદર ગુમ થનાર વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો રાજપીપલા પોલીસ સ્ટેશન (ફોન નં- ૦૨૬૪૦-૨૨૦૦૪૧) ઉપર સંપર્ક સાધવા રાજપીપલા પોલીસ સ્ટેશન તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

(10:46 pm IST)