Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્લ્ડ બર્થ ડિફેકટ ડે ની ઉજવણી કરવામાં આવી

વર્લ્ડ બર્થ ડિફેકટ ડે નિમીત્તે આરબીએસકે ટીમને સન્માનિત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને “૪D” પ્રમાણે આરોગ્ય તપાસ અને તદ્દન મફત સારવાર કરવામાં આવે છે. WHO એ ૩ માર્ચને વર્લ્ડ બર્થ ડિફેકટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્લ્ડ બર્થ ડિફેકટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાઇવેટ ડીલેવરી પોઇન્ટના ડોક્ટરોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને લાભાર્થી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી.    અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આર. બી. એસ.કે. પ્રોગ્રામમાં બર્થ ડીફેકટ માટે સારી કામગીરી થઇ રહી છે. હજુ પણ પ્રીવેલેન્સ રેટ પ્રમાણે બર્થ ડિફેકટ આઇડેન્ટીફાય ઓછુ થાય છે. વર્લ્ડ બર્થ ડિફેકટ ડેના દિવસે જે બાળકો જન્મજાત ખોડખાંપણની સાથે જન્મ્યા હોય અને તેવા બાળકોને શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર પુરી પાડેલ છે તેવા બાળકોને તેઓના માતા - પિતા સાથે બોલાવીને તેમને મળેલ સારવાર બાબતેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વર્લ્ડ બર્થ ડિફેકટ ડે નિમીત્તે આરબીએસકે ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘાલેએ જણાવ્યુ હતુ.

(5:43 pm IST)