Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પુત્રની સેવાચાકરી દરમિયાન પિતાની તબિયત લથડી પડતા કરુણ મોત

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પુત્રની સેવાચાકરી દરમિયાન પિતાની તબિયત બગડતા પડી જવાથી મોતને ભેટયા હતા.

 નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મુળ વ્યારાના વતની અને હાલમાં ડીંડોલીમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા50 વર્ષીય મગનભાઇ હાંસજીભાઇ ગામીતના યુવાન પુત્ર સંજયને શ્વાસ સહિતની તકલીફ થતા બે-ત્રણ દિવસ પહેલા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા માળે વોર્ડમાં દાખલ કર્યો હતો અને પિતા બિમાર પુત્રની સેવાચાકરી માટે વોર્ડમાં રોકાયા હતા.સોમવારે સવારે મગનભાઇ બિમાર પુત્રને વોર્ડના બાથરૃમમાં લઇ ગયા હતા.બાદમાં વોર્ડની લોબીમાં મગનભાઇ અચાનક ચક્કર આવતા પડી ગયા હતા.જેથી તેમને સારવાર માટે ટ્રોમા સેન્ટ્રરમાં લઇ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત સાંજે મોત થયુ હતુ. મગનભાઇ કડીયા કામ કરતા હતા.

(5:34 pm IST)