Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગાંધીનગરના સે-30 સર્કલ નજીક એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર:શહેરના સે-૩૦ સર્કલ પાસેથી ગાંધીનગર એલસીબીની ટીમે વિદેશી દારૃ ભરીને જતી કાર ઝડપી લીધી હતી અને તેમાં સવાર રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઈ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. જે કારની નંબર પ્લેટ આધારે તપાસ કરતાં રાજસ્થાનની કારનો નંબર હોવાનું ખુલ્યું હતું. જેથી ખોટી નંબર પ્લેટ લગાડવા બદલ પણ ત્રણ શખ્સો સામે સે-ર૧ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.   

ગાંધીનગરના સે-૩૦ સર્કલ પાસેથી એક કાર પસાર થઈ રહી છે જેમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો હોવાની બાતમીના પગલે પોલીસ ટીમે સે-૩૦ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારમાં સવાર દીપકસિંહ ભેરૃસિંહ રાઠોડ રહે. પ્રતાપનગર ઉદેપુર અને પ્રહલાદસિંહ નિર્ભયસિંહ ચૌહાણ રહે.મહીડા વલ્લમપુર ઉદેપુરને ઝડપી લીધા હતા. કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૭૮ બોટલ મળી આવી હતી. દારૃનો જથ્થો ઉદેપુરના પ્રતાપનગરમાં રહેતાં મહેન્દ્રસિંહ ભવરસિંહ રાઠોેડે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે દારૃ અને કાર મળી .૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંદર્ભે સે-ર૧ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતાં કારમાં લગાડવામાં આવેલો નંબર મહીસાગરના બાલાસિનોરના રહીશની કારનો હોવાનું બહાર આવ્યું હતું. જયારે કારનો સાચો નંબર આરજે-ર૭-સીએ-૮૬૮૫ હોવાનું બહાર આવ્યું હતું. જેથી ત્રણેય શખ્સો સામે ખોટી નંબર પ્લેટ લગાડવા બદલ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. 

(5:33 pm IST)