Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ઘર આંગણે રમતી પરપ્રાંતીય પરિવારની 10 વર્ષીય બાળાને એકાંતમાં લઇ જઈ નરાધમે અશ્લીલ હરકત કરતા પોલીસે

સુરત: શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળાનો હાથ પકડી ઘરની પાછળ એકાંતમાં લઇ જઇ છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની અમિષા (નામ બદલ્યું છે) પાંચ દિવસ અગાઉ ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક યુવાન બાળાની એકલતાનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી. જો કે બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી ગઇ હતી અને ગત રોજ સમગ્ર ઘટના અંગે માતાને જણાવ્યું હતું. માતાએ પુત્રી સાથે અધમ કૃત્ય કરવાનો પ્રયાસ કરનારની શોધખોળ કર્યા બાદ સ્થાનિક સામાજીક કાર્યકરોની મદદથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બાળા સાથે અશ્લીલ હરકત કરનાર સુરજ અરૂણ પાંડે (.. 24 રહે. રૂમ નં. 13, બિલ્ડીંગ નં. 9, ગોકુલધામ આવાસ, પાંડેસરા) ની ધરપકડ કરી છે. ઘટના અંગે પાંડેસરા પીઆઇ .પી. ચૌધરીએ જણાવ્યું હતું કે અમિષાના પરિવાર અને સુરજ પાંડે વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યાર બાદ સુરજે બાળાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળા સાથે અન્ય કોઇ અઘટિત ઘટના બની છે કે નહીં તે અંગેની તપાસ માટે મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

(5:33 pm IST)