Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વડોદરાના આજવા રોડ નજીક ઘર નજીક કાર પાર્ક કરવા બાબતે થયેલ ઝઘડામાં ત્રણ શખ્સોનો હુમલો:બે ભાઈઓ સહીત પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

વડોદરા: શહેરના આજવા રોડ નજીક કાર પાર્ક કરવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ હુમલાખોરોએ લાકડી વડે હુમલો કરીને બે ભાઇઓ તથા તેમના પિતાને માર મારી ઇજા પહોંચાડી  હતી.જે અંગે બાપોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવારોડ કોમ્યુનિટિ હોલની સામે રામેશ્વર સોસાયટીમાં રહેતો પરેશ ભરતરાવ થોરાટ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.પરેશે બાપોદ પોલીસને જણાવ્યુ છે કે,આજે રાતે નવ વાગ્યે હું મારા ઘરે હતો.તે સમયે મારા ઘરની બહાર આવીને સોસાયટીમાં રહેતા અરવિંદભાઇ પરમાર,રવજીભાઇ પરમાર તથા કાર્તિક પરમાર આવીને બૂમાબૂમ કરતા હતા.જેથી,હું તથા મારો ભાઇ નિલેષ બહાર ગયા હતા.ત્યારે અરવિંદ  પરમારે  મને  ગાળો આપતા  હતું કે,મારી ફોર વ્હીલર અહીંયા પાર્ક થશે.મેં તેને ગાળો આપવાની ના પાડતા અરવિંદ ઉશ્કેરાઇ ગયો હતો.અને લાકડી વડે મને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.મારો  ભાઇ વચ્ચે પડતા અન્ય એક આરોપી રવજીએ લાકડીથી તેને  માર માર્યો હતો.બૂમાબૂમ થતા મારા પિતા પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.હુમલાખોર અરવિંદ તથા કાર્તિકે મારા પિતાને પણ માર માર્યો હતો. મારામારીમાં મારા ગળામાં પહેરેલી સોનાની ચેન પડી ગઇ હતી.

(5:32 pm IST)